December 1, 2024

ભરૂચ જિલ્લાના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા યુરિયા ખાતર મેળવવા માટે પડતા ફાંફાપેટા :- સતત વરસી રહ્યો વરસાદ ના કારણે કપાસન સહિતના વાવેતર બગડે નહીં તે માટે ખેડૂતોમાં યુરિયાની માંગ વધી

Share to



આ સીઝન ભરૂચ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂકયું છે ત્યારે ખરીફ સીઝનમાં ખેડૂતોને પાયાની જરૂરિયાત એવા યુરિયા ખાતરની અછત ભરૂચ જિલ્લામાં જોવા મળી રહી છે આ બાબતે ભરૂચ જિલ્લાના સાંસદ અને ધારાસભ્ય પણ ખેડૂતોને યુરિયા ખાતર સમયસર મળી રહે અને સારો વરસાદ થયો હોવા છતાં પોતાનો પાક બળી ન જાય અને પાકને પૂરતું પોષણ મળી રહે તે માટે યુરિયા મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાની કોલેટી કન્ટ્રોલ ની ઓફિસ માથી જાણવા મળ્યું કે જુલાઈ 2023 માં સરકાર દ્વારા જે યુરિયા ખાતરનો સપ્લાય પ્લાન આપવામાં આવેલો હતો એ સપ્લાય પ્લાન મુજબ જિલ્લામાં યુરિયા ખાતરનો સપ્લાય થયો ન હોવાને કારણે સમસ્યા સર્જાય છે. આ વર્ષે વરસાદ સતત વરસી રહ્યો હોવાને કારણે તેમજ કપાસના પાકનું વાવેતર જિલ્લામાં વધુ થયું હોવાને લઈને ખેડૂતોમાં યુરિયાની માંગ વધી રહી છે. જિલ્લામાં ગત માસ ની કુલ સપ્લાય 4,044 મેટ્રિક ટન ની થયેલી છે. જ્યારે કંપનીઓ દ્વારા આપવામાં આવેલ સપ્લાય પ્લાન 5,050 મેટ્રિક ટન નો હતો. ગુણોત્તર નિયંત્રણની કચેરી ભરૂચ થી જાણવા મળ્યું છે કે, જે કંઈ ઘટ્ટ વર્તાઈ રહી છે તે ચાલુ માસમાં પૂરી થઈ જશે. સાથે સાથે સરકાર હસ્તક રહેલી બફર સ્ટોકમાંથી પણ 70 ટકા જેટલો યુરીયાનો જથ્થો ખેડૂતોને મળી રહે અને પોતાનો ઉભો પાક બચાવી શકે એ હેતુસર નાયબ ખેતી નિયામક વિસ્તરણ ભરૂચ દ્વારા છૂટો કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં બફર સ્ટોક ના ભાગરૂપે કુલ 2400 મેટ્રિક ટન જેટલો જથ્થો રહેલો હતો તે પૈકી ૧૬૦૦ મેટ્રિક ટન જેટલો જથ્થો ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે છૂટો કરવામાં આવેલો છે. વધુમાં આગામી બે દિવસમાં ઇફકો કંપની દ્વારા રેક નું આયોજન થયેલું છે જે અંતર્ગત 1250 મેટ્રિક ટન જેટલો યુરીયાનો જથ્થો ભરૂચ જિલ્લાના ખેડૂતોને મળી રહેશે.

બોક્સ :- ખેડૂતોએ નેનો યુરિયા વાપરવાની સલાહ
સરકારશ્રી દ્વારા નવું આવિષ્કાર નેનો યુરિયા પણ લોન્ચ કરવામાં આવેલું છે. આ નેનો યુરિયા એ બેગમાં જે યુરિયા મળે છે તેના જેવું જ પરિણામ આ નેનો યુરિયા થી મળી રહ્યું છે. માત્ર વાપરવાની રીત અલગ છે બાકી પરિણામ એના એ જ છે અને ખેડૂતોએ નેનો યુરિયા વાપરવું સલાહ ભર્યું છે.તેમજ ભરૂચ જિલ્લાના ખેડૂતોને પડતી ખાતરની સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે

પી.એસ.રાંક ,નાયબ ખેતી નિયામક વિસ્તરણ ભરૂચ
બોક્સ :- બે દિવશ થી ખાતર લેવા માટે આવું છું
અમારા ખેતરમાં પાકો ઊગી ગયા છે જેમાં અત્યારે ઉગેલા પાકનો વિકાશ કરવામાટે યુરિયાખાતરની ખુબજ જરૂર ઊભી થઈ છે.જો સમય સર ખેતરમાં યુરિયાખાતર નાખવામાં નહીં આવેતો પાકનો વિકાશ સારો થશે નહીં જેથી 2 દિવશ થી ખાતર લેવા માટે આવું છું આજે સવારથી લાઈમાં ઉભોછું આજે ખાતર મળીજાય તો સારું
જેઠા વસાવા (ખેડૂત )
બોક્સ :-
વરસાદ સતત વર્ષી રહયો છે જેના કારણે ખેડૂતોના પાક સારો થયો છે જેના લીધે યુરિયા ખાતરની જરૂરિયાત પણ વધી છે.વાવણી થયા બાદ નાઇટ્રોજન ની જરૂર પડે છે જે યુરિયા ખાતર માંથી મળે છે તેમજ યુરિયા ખાતર નો પૂરતો સ્ટોક નહીં આવતા ખેડૂતોની લાઈન લાગે છે
મહેન્દ્રભાઈ પટેલ ,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ

**વિજય વસાવા DNS NEWS*


Share to

You may have missed