આંજોલી ગામે પુત્રીના જન્મદિવસે પિતાએ ૧ હજારથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવ્યું

Share to* પોતાની પુત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઇઆધુનિક સમયમાં માતા-પિતા પોતાના સંતાનોના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે મોટો ખર્ચ કરે છે.સગા-સબંધીઓ અને મિત્રો વતુઁળ સાથે કેક કાપીને રેસ્ટોરન્ટમાં જમવા લઈ જતા હોય છે.ત્યારે નેત્રંગ તાલુકાના પછાત વિસ્તારમાં આવેલ આંજોલી ગામમાં રહેતા અને તાલુકા હેલ્થ કચેરી ખાતે ફરજ બજાવતા ગણેશ નાનજી વસાવાએ પોતાની પુત્રી કાવ્યાના જન્મદિવસની ઉજવણી પ્રકૃતિનું જતન થાય તેવી રીતે કરાઇ
હતી.જેમાં જમરૂખ.દાડમ.આમળા,સરગવો,સીતાફળ સહિતના ૧ હજારથી વધુ ફળાઉ વૃક્ષોની રોપણી કરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પરીવારના સભ્યો અને ગ્રામજનો મોટીસંખ્યામાં જોડાયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to