November 28, 2023

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી તળાવમાંથી મહાકાય મગર ઝડપાયો..

Share to

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના કાંકરિયા તળાવમાં થોડા દિવસ પહેલા ગ્રામજનો ને મગર નજરે પડ્યો હતો જે બાદ ગ્રામજનોમાં ભય ફેલાયો હતો, ગામના તળાવમાં મગર હોવાની જાણ સ્થાનિકો દ્વારા ઉમલ્લા વન વિભાગની કચેરી ખાતે કરવામાં આવતા ઉમલ્લા વન વિભાગ દ્વારા મગરને ઝડપી પાડવા માટે પાજરું ગોઠવવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગામના સ્થાનિકો દ્વારા ઉમલ્લા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે પાંજરામાં મગર આવી ગયો છે .

જેની જાણ થતાં તાત્કાલિક ઉમલ્લા કચેરીના રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.વસાવા તેમજ શકુનાબેન વસાવા.હરેશ ભાઈ ભરાડીયા તાત્કાલિક પાણેથા ગામે ઘટના સ્થળ ઉપર પહોંચયા હતા અને મગરને ઉમલ્લા કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ મગરને ખોરાક પાણી મળે રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું….


Share to