November 22, 2024

ડેડીયાપાડા તાલુકામાં 7 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર નાં કેસમાં કોર્ટે હવસખોર ને 20 વર્ષની સજા ફટકારી

Share to



*હવસખોર યુવાને સગીરા નું અપહરણ કરી ઘરના વાડા માં લઇ જઇ શારીરીક અડપલા કરી બળાત્કાર કર્યો હતો*

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા માં સગીર વયની દિકરી નું અપહરણ કરી બળાત્કાર કરનાર યુવાન ને કોર્ટે વીસ વર્ષની સજા નો હુકમ કર્યો છે.

કેસની હકીકત માં નીતેશભાઈ માકત્તાભાઈ વસાવા, ઉ.આ.વ.૩૦ રહે.બંગલા ફળીયુ, ડેડીયાપાડા નામના યુવાને ફરીયાદીની ભાણેજ ભોગ બનનાર મામા–મામીના ઘરે દિકરી તરીકે સાતેક વર્ષથી રહેતી હોય જેમાં ભોગ બનનાર તા.૧૧/૦૧/૨૦૨૦ ના રોજ બપોરના અરસામાં નિતેશ વસાવા ફરીયાદીના ઘરે આવી માત્ર સાત વર્ષની સગીરા ને પૈસાની લાલચ આપી ઘર માંથી અપહરણ કરી સગીરાના ઘરની પાછળ આવેલ તુવરના વાવેતર કરેલ વાડામાં લઈ જઈ તેની સાથે શારીરીક અડપલા કરી બળાત્કાર કરી ગુનો કરતા આં બાબતની ફરિયાદ બાદ કેસ કોર્ટમાં ચાલી જતાં રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ.સીદ્દીકી ની કોર્ટમાં ચાલી ગયો, જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદ પક્ષે પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત, મૌખિક દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી હવસખોર નિતેશ વસાવા ને વીસ વર્ષની કેદ તથા રૂ.૫૦૦૦/– ના દંડની સજાનો હુકમ કર્યો છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to