November 21, 2024

ઝઘડીયા પ્રાંત વહીવટી તંત્ર દ્વારા વહીવટને વધુ સમાવિષ્ટ બનાવવા માટે “જન અધિકાર કેમ્પ યોજાશે…

Share to

ઝગડિયાના વિવિધ લોકો સાથે થયેલ ચર્ચા દરમ્યાન જાણવા મળેલ આધાર કાર્ડ સંબંધિત બાબતો, રેશનકાર્ડ સંબંધિત બાબતો, સમાજ સુરક્ષા સંબંધિત બાબતો અને વારસાઈ જેવા પ્રશ્નોનો ઉકેલ લાવા માટે, અમે વહિવટી તંત્ર તરફથી ઝઘડિયા સબ ડિવિઝનના વિવિધ ગામોમાં “જન અધિકાર શિબિર” ના બેનર હેઠળ વિશેષ શિબિરોનું આયોજન કરી રહ્યા છીએ. આ કેમ્પ હેઠળ અમે ઉપર જણાવેલ ચારેય મુદ્દાઓ -આધાર સંબંધિત બાબતો, રેશનકાર્ડ સંબંધિત બાબતો, સમાજ સુરક્ષા સંબંધિત બાબતો અને વારસાઈને- લગતી અરજીઓ લઈશુ અને એક જુંબિશ ના રૂપ માં એ અરજીઓ નો નિકાલ લાવવાનો પ્રયત્ન કરીશું. અમે ત્રણેય તાલુકાઓમાં ગામડાઓના ક્લસ્ટર બનાવ્યા છે. ઝઘડિયા તાલુકામાં 6 ક્લસ્ટર, નેત્રંગ તાલુકામાં 4 ક્લસ્ટર અને વાલિયા તાલુકામાં 3 ક્લસ્ટર છે.આ એક-દિવસીય શિબિરો આ તમામ ક્લસ્ટરોમાંના મોટા ગામડાઓમાં આપેલા શેડ્યૂલમાં આપેલી તારીખ મુજબ નક્કી થયેલ સ્થળ પર યોજવામાં આવશે. લાભાર્થીઓ સંબંધિત દસ્તાવેજો સાથે કેમ્પના ગામમાં નક્કી થયેલ તારીખ પર તેમની અરજી રજૂ કરી શકે છે. અમે લાભાર્થીઓની સગવડ માટે કોઇ પણ અરજી માં કયા પુરાવા આપવાના છે એ પણ આ જાહેરાત મેં શામેલ કરેલ છે. હું આશા રાખું છું કે આ પ્રકારનું આયોજન લાભાર્થીઓને આ લાભોનો વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરશે, અમુક કિસ્સાઓમાં તેઓ આ લાભો મેળવી શકતા નથી કારણ કે તાલુકા સેવા સદન તેમના ગામથી ઘણું દૂર હોઈ શકે છે. તેથી અમે લોકોને તેમના હકદાર લાભ મેળવવા સક્ષમ બનાવવા તેમની નજીક પહોંચી રહ્યા છીએ. હું ઝઘડિયા સબ ડિવિઝનના ત્રણેય તાલુકાના તમામ લોકોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે..કેમ્પના ગામનું નામ અને તારીખ :ઝઘડીયા તાલુકો-::ઝઘડીયા (૨૫/૭), ધારોલી (૨૭/૭), જેશપોર (૩૧/૭), રાજપારડી (૦૨/૦૮), ઉમલ્લા (૦૪/૦૮), વેલુગામ (૦૫/૦૮)*નેત્રંગ તાલુકો* – કાકડકૂઈ (૨૫/૭), કાંટીપાડા (૨૭/૭), ચાસવડ (૩૧/૭), અશનાવી (૦૨/૦૮)*વાલીયા તાલુકો* – વાલીયા (૨૫/૭), ડહેલી (૨૭/૭), પઠાર (૩૧/૭)


Share to

You may have missed