November 28, 2023

ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામ અને ઝઘડિયા જીઆઇડીસી ને જોડતો માર્ગ બિસ્માર બની જતા ગામના આગેવાનો ની તંત્રને રજૂઆત..

Share to

“”રેલવે ગરનાળા બન્યા લોકો માટે આફત… બંધ પેડેલ રેલવે લાઈન લોકો માટે મુસીબત બની ગઈ છે…””

તસ્વીર / સતીશ વસાવા

ઝઘડિયા તાલુકા જીઆઇડીસી તેમજ તેમજ અન્ય ગામોને જોડતા મુખ્ય માર્ગ ને તાકીદે સમારકામ કરવા માર્ગ મકાન વિભાગ તેમજ રેલવે તંત્રને કપલસાડીના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તંત્રને જણાવતા કહ્યું હતું કે કપલસાડી ને જોડતા મુખ્ય માર્ગ અંત્યત બિસ્માર બની જતા લોકોને હાલાકી પડી રહી છે રોજબરોજ કામ અર્થે જતા લોકો અને વાહચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ અહીંયા રીપેર કરવા નથી આવતું અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા રાજ્ય ધોરીમાર્ગ અને બોરોશીલ કંપનીની સામે આવેલ રેલવે ગરનાળા માં મસમોટા ખાડા પડી ગયા છે આ ગરનાળા માંથી પસાર થતા અને ઝગડીયા GIDC મા જતા મોટા કન્ટેનર વાહન ચાલકો તેમજ અન્ય રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેનાથી આજુબાજુના ગામો ના લોકો ત્યાંથી પસાર થતાં તેઓના વાહનોને પણ નુકશાન પોહચી રહ્યું છે..

સલીમભાઈ / આગેવાન

તેમજ વધુ વરસાદ વરસતા આ ગરનાળા મા કેટલીક વાર વાહનો ફસાઈ પણ જતા હોઈ છે. અત્રે નોંધણીય રહ્યું કે કેટલાક દિવસો અગાઉ રેલવે તંત્ર દ્વારા આ ગરનાળા ના સમારકામ બાબતે ઘણા દિવસો સુધી આ નાડા ને બંધ કરવામાં આવ્યું હતું ત્યારે સવાલ એ છે કે રેલવે તંત્ર દ્વારા રોડ નું સમારકામ કેમ ના કરવામાં આવ્યું… સવાલ એ કે રેલવે ના અધિકારીઓ એ ગરનાળા મા પડેલ ખાડા જોયા ન હોઈ ? ત્યારે આ બાબતે સ્પષ્ટપણે કહી શકાય કે આમ જનતા માટે બંધ પડેલ રેલવે લાઈન હાલ ખનીજ ના વેપાર અર્થે અંકલેશ્વર થી ગુમાનદેવ સુધી માલગાડી ચાલુ કરવામાં આવી છે જેના કારણે આ લાઈન નું રીપેરીંગ કરવામા તો આવ્યું પરંતુ પ્રજા ને પડતી મુશ્કેલીઓ નું નિરાકરણ લાવવાનું રેલવે તંત્ર ને સુજ્યું ના ત્તયારે હાલ આ બાબતે ક્યાંક ને ક્યાંક રેલવે પ્રશાસન સામે લોકો નો છૂપો રોષ જોવા મળી રહ્યો છે...


Share to