September 4, 2024

નેત્રંગ તાલુકામાં યુરીયા ખાતર નહીં મળતા ખેડુતોમાં આક્રોશ

Share to



* ખેતીવાડી વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા

* દુકાનો ઉપર ખેડુતોની લાંબી-લાંબી કતારો



નેત્રંગ તાલુકામાં હાલ વાવણીલાયક વરસાદ થઇ રહ્યો છે.ખેડુતો મગફળી,કપાસ અને સોયાબીનના વાવણીમાં મશગુલ છે.ત્યારે યુરીયા ખાતરની ધુમ ડિમાન્ડ વધી છે.ખેડુતો સંવાદમાં જણાવે છે કે,મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.ભેજયુક્ત વાતાવરણ હોવાથી પાકમાં યુરીયા ખાતરની સખત જરૂરીયાત હોય છે.હાલ પાકમાં યુરીયા ખાતર નાખવામાં નહીં આવે તો પાક પીળો પડી જાય છે.પાકના છોડનો પુરતો વિકાસ નહીં થવાથી ખેડુતોને ભારે નુકસાન થવાના ભીતી છે.આ જોતા નેત્રંગ તાલુકામાં યુરીયા ખાતર લેવા માટે દુકાનો ઉપર લાંબી-લાંબી કતારો લાગી છે.પરંતુ યુરીયા ખાતર મળતું નથી.એક વેપારી સંવાદમાં જણાવ્યું હતું કે,જ્યારે યુરીયા ખાતરનો ઓડઁર આપીયે છે.ત્યારે ડાય,નર્મદા ફોસઁ અને સલ્ફેદ ફરજીયાત પધરાવી આપે છે,અને યુરીયા ખાતરનો જથ્થો આપવામાં આવતો નથી.

નેત્રંગ તાલુકો ડુંગરાળ-પથ્થર વિસ્તારમાં હોવાથી ખેડુતો મોટેભાગે ચોમાસું પાક ઉપર જ નિભઁર રહેતા હોય છે.દેશની આઝાદીને ૭૫ વષઁ થવા છતાં ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ખેડુતોનો સિંચાઈના પાણી માટે આજેપણ વલખા મારવા મજબુર છે.રાજ્ય-કેન્દ્ર સરકાર ખેડુતોની આવક ૨૦૨૪ માં બમણી કરવાના વચનો આપે છે.પરંતુ ખેડુતોને સિંચાઈ માટેનું પાણી અને જરૂરિયાતના સમયે ખાતર નહીં આપવામાં આવે તો આવક બમણી નહીં પરંતુ ખેડુત બરબાદ થઇ શકે છે.તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લા ખેતીવાડી અધીકારી અને વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.ખેડુતોને યુરીયા ખાતરનો જથ્થો નહીં મળે તો તેના પડઘા છેક ગાંધીનગર સુધી પડશે તેવું ખેડુતોએ સંવાદમાં જણાવ્યું હતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed