December 8, 2024

યુનિફોર્મ સિવિલ કોડ- UCC ને લઇ દિલ્હી ખાતે આમ આદમી પાર્ટી ની બેઠક મળી

Share to



યુનિફોર્મ સિવિલ કોડ UCC ને લઇ ને આદિવાસી સમાજમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ ડો.સંદિપ પાઠક સાથે ગુજરાતના આમ આદમી પાર્ટી ના આદિવાસી આગેવાનો ની દિલ્હી ખાતે મહત્વની બેઠક મળી જેમા અરવિંદ કેજરીવાલ અને ડો.સંદિપ પાઠક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે.યુનિફોર્મ સિવિલ કોડ માં આદિવાસી સમાજ ને નુકશાન થવાનું હોય આદિવાસી સમાજ ને UCC માંથી બાકાત રાખવા ની માંગણી સાથે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા દેશ ના દરેક રાજ્યો માં મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવશે.આ બાબતે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે.
UCC ના વિરોધ ના ભાગરૂપે દેશ ના માન. રાષ્ટ્રપતિ શ્રી ને સંબોધીને ગુજરાતના તાલુકા/જિલ્લા કક્ષાએથી તા.13/07/2023 ના ગુરુવાર ના રોજ મોટી સંખ્યામાં ભેગા મળી આવેદન પત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ છે.જેની સૌ આગેવાનો એ નોંધ લેવા નમ્ર અપીલ છે.

ચૈતર વસાવા
ધારાસભ્ય શ્રી
149-દેડિયાપાડા વિધાનસભા
કાર્યકારી પ્રદેશ પ્રમુખ AAP


Share to