ઈકરામ મલેક:રાજપીપળા
રાજપીપળા થી અમરનાથ યાત્રા એ ગયેલા 12 જેટલા યાત્રાળુઓને શેષનાગ ખાતે પ્રતિકૂળ વાતાવરણ ને લીધા અટકાવી દેવાતા છેલ્લા ત્રણ દિવસ થી એકજ જગ્યા તંબુ મા રહેવા મજબુર બન્યા છે. .
હાલ અમરનાથ યાત્રા એ ગુજરાત ભર માંથી લોકો જઈ રહ્યા છે, ત્યારે જમ્મુ કાસમીર ના કેટલાય વિસ્તારો મા અવિરત વરસાદ ને કારણે ભૂષખલન અને પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની રહી છે.
આથી ત્યાંના વ્યવસ્થાપકોએ યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા અટકાવી દીધી હતી. ત્યારે રાજપીપળા ના વિનોદભાઈ માછી તેમજ અન્ય બહાર જેટલા યાત્રાળુઓને જમ્મુ કાશ્મીરના શેષનાગ ખાતે અટકાવી દેવાયા છે, તેઓ હાલ જ્યાં છે ત્યાં
15 ડિગ્રી સેલ્સિયસ ઠંડી અને ભારે વરસાદ વચ્ચે તેઓ તંબુ મા આશરો લઈ રહી રહ્યા છે, ત્યાંના વ્યવસ્થાપકો દ્વારા પ્રતિકૂળ વાતાવરણ ને કારણે યાત્રાળુઓ ની સલામતી ને ધ્યાને લઇ આ પગલાં ઉઠાવ્યા હોવાનું કહેવાય છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.