રિપોર્ટર. નિકુંજ ચૌધરી માંડવી સુરત
આદિવાસી વિસ્તાર એવા માંડવી તાલુકા માં માંડવી સુગરમાં અંદાજે ૯૦% આદિવાસી સભાસદો છે. જે અન્ય કોઈ સુગરમાં સભાસદ પણ નથી. મંડળીમાં નાના ખેડુત -સિમાંત ખેડુત, અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિ તેમજ અન્ય ઉત્પાદક સભાસદોનો સમાવેશ કરવામાં આવેલ છે.માંડવી સુગરના કુલ સભાસદો ૫૮૫૧૪ છે. કાર્યક્ષેત્રના કુલ ગામો ૩૫૦ છે. (માંડવી, માંગરોળ, ઉમરપાડા) ટ્રાયબલ વિસ્તારમાં માંડવી સુગર ફેકટરી આ વિસ્તારના ખેડતો માટે જીવાદોરી રામાન છે. પરંતુ કેટલાક સમયથી સંસ્થામાં સરકારશ્રી તરફથી વહીવટદારશ્રીની નિમણુંક કરવામાં આવેલ છે અને હાલમાં ફેકટરી બંધ હાલતમાં પડેલ છે. જેના કારણે આ વિસ્તારનો વિકાસ રૂંધાયેલ છે. ફેકટરી બંધ હોવાથી આદિવાસીઓની રોજગારી પણ બંધ થઈ ગયેલ છે. છેલ્લા ૨/૩ વર્ષથી વહીવટદાર છે જેમની મુદત પુરી થઈ હોવા છતાં પણ વહીવટદાર છે. હાલમાં વહીવટદાર કોણ છે તેની સભાસદોને જાણકારી નથી.મંડળીના સભાસદો પોતાની ઉત્પાદન કરેલ શેરડીનું સમયસર કટીંગ ન થતાં ખુબ જ મોટું આર્થિક નુકશાન સભાસદોને થયેલ છે અને ફેકટરીના ભાવ કરતાં અંદાજે રૂા.૭૦૦ થી ૧૦૦૦ રૂપિયા ઓછા ભાવે મજુરીથી શેરડી એજન્ટો મારફત કપાવી અન્ય સુગર ફેકટરીમાં મોકલવામાં આવે છે જેને કારણે સંસ્થાના ખેડુત આદિવાસી સભાસદોને ભરપાઈ થઈ શકે નહીં તેવું આર્થિક નુકશાન ભોગવવાનો સમય આવેલ છે.આવા સંજોગોમાં માંડવી સુગર ફેકટરી ચાલુ કરવામાં આ વિસ્તારના આગેવાનો તરફથી પ્રયત્નો હાથ ધરેલ છે અને જો સુગર ફેકટરી ચાલુ કરવામાં આવે તો ખેડુત સભાસદો તરફથી ૪,૫૦,૦૦૦ મે.ટન થી પણ વધુ પ્રમાણમાં શેરડીનો પુરવઠો મળી શકે તેમ છે અને શેરડીનું પિલાણ થવાથી સભાસદોને શેરડીના પોષણક્ષમ ભાવો સમયસર મળી શકે તેમ છે. જેનાથી મંડળીના આદિવાસી ખેડુત સભાસદોને તેમના જીવનનિર્વાહમાં સંસ્થા મદદરૂપ થાય તેમ છે.વધુમા હાલમાં માંડવી સુગર ફેકટરી સરકારશ્રીના વહીવટદાર હસ્તક છે. સરકારશ્રીના નેજા હેઠળ હોવા છતાં સરકારશ્રીનું હિત શેરફાળો હોવા છતાં તેમજ સભાસદોનો પણ શેરફાળો હોવા છતાં બેંકની મુનસફીથી જે ફેકટરી વેચાણ કરવામાં આવેલ છે. યુનિયન બેંક દ્વારા ફેકટરીનો કબજો લઈ અંદાજે ૧૦૦ કરોડની ફેકટરી પાણીના ભાવે મામુલી કિમતે બેંકની મુનસફીથી ૧૩-૧૪ કરોડ રૂપિયામાં ભંગારના ભાવોથી નીચી કિંમતે વેચી નાંખવામાં આવી છે જે ગેરકાયદેસર છે. ગુજરાતમાં અદ્યતન મશીનરી ધરાવતી માંડવી સુગર ફેકટરી બેંક દ્વારા નીચી કિંમતે જાણીબુઝીને આદિવાસી ખેડુતોને હેરાન કરવા માટે વેચી નાંખતા આ સાથે સંસ્થાના સભાસદ ખેડુતો તરફથી ઉગ્ર વિરોધ કરવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતો ફેકટરી ફરીથી શરૂ કરવામાં આવે તે માટે અને આર્થિક શોષણમાંથી બચવા માટે જોરદાર બુલંદ માંગણીઓ કરી રહયા છે. જેથી સરકાર આ બાબતે યોગ્ય ઘટતું કરી ખેડુતોને ફેકટરીનો કબજો પરત મળે તેવી કાર્યવાહી કરવા વિનંતી છે. વધુમાં વહીવટદારશ્રી તરફથી ખેડુતોની સામાન્ય સભા પણ બોલાવી નથી અને સંસ્થાની મિલકતોની જાહેર હરાજીની પ્રક્રિયા કે બેંકના લેણાં બાબતે ઠરાવ પણ કરેલ નથી. જેથી સંસ્થાના હજારો સભાસદોને અંધારામાં રાખી બેંકને ફેકટરીનો કબજો ખેડુત સભાસદોની સંમતિ વિના આપી હારો ખેડુતોની મીલકતો બેંકની મુનસફીથી વેચાણ કરવામાં આવેલ છે અને આ વિસ્તારના આદિવાસી ભોળા ખેડુતોની સાથે છેતરપીંડી કરવામાં આવેલ છે. જેની ગંભીર નોંધ લેવા વિનંતી છે. હાલમાં ફેકટરીની દયનીય સ્થિતિ – રામભરોસે જેવી જોવા મળેલ છે. ફેકટરીનો કોઈ ધણી નથી જેવી હાલત છે. જેથી આ બાબતે સરકારશ્રીને ધ્યાન દોરવામાં આવે છે અને તાકીદે આ બાબતે ઘટતું કરવા વિનંતી છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો