November 22, 2024

નોટિફાઇડ ઓફિસ દ્વારા ઝઘડીયા જી.આઇ. ડી.સી.મા આવેલ લારી ગલ્લા સાથે દબાણો હટાવવાની નોટિસ મળતા દુકાનદારો એ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું….

Share to

“”આજુબાજુ ના ગામો ના ગરીબ લોકો લારી ગલ્લા થકી ત્યા પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે””ઝઘડીયા જી.આઇ. ડી.સી નોટિફાઇડ એરીયા દ્વારા ઝગડીયા જીઆઇડીસીમાં આવેલ લારી, ગલ્લા,રહેણાંક ઝુપડા તથા અન્ય દબાણ તાકિદે હટાવવા નોટીશ આપવામા આવતા દુકાનદારોને પોતાનો રોજગાર છીનવાનો ભય ઉભો થતા તેઓ એ જિલ્લા કલેકટર ખાતે જઈ આજરોજ કલેકટર ને રજુઆત કરી હતી… ઝગડીયા જીઆઇડીસી નોટિફાઇડ એરિયા ઓફીસ દ્વારા આપેલ નોટિસ નો અમલ અટકાવવા ની માંગ સાથે લારી ગલ્લા ધારકો એ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું…..ઝઘડીયા જી.આઇ. ડી.સી.ના લારી ગલ્લા વાળાઓ એ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે ઝગડીયા જી.આઇ.ડી.સી. વિસ્તારના આજુબાજુ ના ગામનાં લોકોને રોજગારી મળે તે હેતુસર જી.આઇ.ડી.સી.ની કંપનીઓની આજુબાજુ ની રોડ ની સાઈડ મા કે ખુલ્લી જગ્યામાં લારી,ગલા બનાવી ચા-નાસ્તો ધંધો કરી ગુજરાન ચલાવી રહેલ છીએ ઝગડીયા ની કંપનીઓ કે જી.આઇ.ડી.સી. ના અધિકારીઓ અમને રોજગારી પુરી પાડતા નથી જે કારણે અમો આ કામ ચલાઉ લારી,ગલ્લા બનાવી નાનો ધંધો કરી રહેલ છીએ. અને અમો એ આ જગ્યા ઉપર કોઈ દબાણ કરેલ નથી અમે આ જગ્યા ઉપર કામચલાઉ કાચું બાંધકામ કરેલ છે આ જમીન ઉપર અમે કોઈ હક કર્યે નહીં આ માત્ર રોજગારી માટે બાંધકામ કરેલ છે અમારા આ ધંધાથી કંપનીઓ ને કે તે વિસ્તારમાં ચાલુ કામગીરીને કોઇ જ અસર થતી નથી બલ્કે આ ધંધાથી જે તે વિસ્તારમાં કામ ધંધા અર્થે આવતા લોકોને ખાવા- પીવાની સગવડ મળી રહે છે અને અમુક કંપનીઓ સામાન્ય કર્મચારીઓ ને અને મજુર લોકોને આવી સગવડ આપી શક્તા નથી. જો આ ધંધો બંધ કરાવામાં આવે તો આ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં બહારથી આવતા લોકોને ખાવા-પીવાની અગવડ ઉભી થાય તેમ છે અને આમ જનતાને પણ હેરાનગતિ થાય તેમ છે અને આજુબાજુ ના રહીશો જે ત્યા પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તે આ લારી ગલ્લા હટાવતા તેઓ ની એક માત્ર રોજગારી છીનવાઇ જાય તેમ છે .જેથી જી.આઇ. ડી.સી.ના મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટીસ નો અમલ અટકાવવા ની માંગ સ્થાનિક લારી ગલ્લા ના દુકાનદારો સહિત આગેવાનોએ કરી છે……અત્રે ઉલ્લેખનીય છે કે રોડ રસ્તા ની આજુબાજુ રોડ ની સાઈડ મા બનાવેલ લારી,,ગલ્લા માલ વાહક વાહનો તેમજ ઉદ્યોગો સહીત અન્ય બહારથી આવતા જતા મોટા વાહનો ને અડચણ રૂપ ન થાય તે પણ ઝગડીયા નોટિફાઈડ ઓફિસ દ્વારા દેખરેખ કરવાનું હોઈ છે ત્યારે વહીવટી તંત્ર પણ તેની કામગીરી કરે તે જરૂરી છે પરંતુ આ બાબતે કોઈ નક્કર પગલાં ના ભરતા કોઈ સામાન્ય વ્યક્તિ ની રોજગારી પણ ન છીનવાઈ અને તંત્ર પણ તેનું કામ કરે તે જરૂરી છે ત્યારે આ બાબતે નોટીફાઈડ ઓફિસ દ્વારા લારી ગલ્લા ને હટાવવા ના બદલે તેનું સુયોજિત રીતે આયોજન કરે તે ઈચ્છનીય છે….ત્યારે હાલ તો આ બાબતે અનેક દુકાનદારો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદન પાઠવતા આનું શુ નિરાકરણ આવે છે તે જોવું રહ્યું….


Share to