October 30, 2024

જૂનાગઢમાં ઉષાબેન માણેક ઓટોરિક્ષામાં ₹2,500 ની કિંમત નો સામાનનો થયેલો ભૂલી ગયા હતા જુનાગઢ પોલીસે શોધીને અરજદાર મહિલાને પરત કર્યો

Share to



💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ઓટો રીક્ષામાં ભુલી ગયેલ રૂ. ૨,૫૦૦/- ની કીંમતના સામાનનો થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ._*

💫 _અરજદાર ઉષાબેન વીનોદભાઇ માણેક મજેવડી દરવાજા પાસે અને વેરાવળ થી જૂનાગઢ જવા માટે ટેક્ષીમાં બેઠેલ, *ટેક્ષીમાં એક થેલો કે કે જેમાં નવા કપડા સહીતના સામાન તથા અન્ય વસ્તુ મળી કુલ ૨,૫૦૦/- ની કીંમતનો થેલો જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે ઉતરતા સમયે ટેક્ષીમાં ભુલી ગયેલ*, જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના પરીવાર વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, કુસુમબેન મેવાડા, એન્જીનીયર નીતલબેન મેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ઉષાબેન વીનોદભાઇ માણેક બસ સ્ટેન્ડ ખાતે જે ટેક્ષીમાં ઉતરેલ, તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા ઉષાબેન વીનોદભાઇ માણેક જે ટેક્ષીમાં બેઠેલ તે ઓટો ટેક્ષીના નં GJ 11 AB 3385 શોધી કાઢવામાં આવેલ._

💫 _*જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ટેક્ષી ચાલકને શોધી ઉક્ત થેલો કે જેમાં ઉષાબેન વીનોદભાઇ માણેકનો રૂ. ૨,૫૦૦/- ની કીંમતના સામાનનો થેલો નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા શોધી આપેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના કીંમતી સામાનનો થેલો સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ઉષાબેન વીનોદભાઇ માણેક દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો….*_

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૨,૫૦૦/-ની કીંમતનો ખોવાયેલ થેલો ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed