November 21, 2024

કામરેજથી નેત્રંગ તાલુકાના એક ગામે મોટી બહેનના ઘરે રહેતી સગીરા ઉપર બળાત્કાર…

Share to

કામરેજ તાલુકાની સગીરા ઉપર બળાત્કાર કરતાં ૮ માસનો ગર્ભ રહી ગયો

કામરેજથી નેત્રંગ તાલુકાના એક ગામે મોટી બહેનના ઘરે સગીરા રહેવા આવી હતી


નરાધમ મુકેશ વસાવા નામનો વ્યક્તિ ફરાર,પોલીસે ગુનો દાખલ કયૉ

તા.૨૩-૦૫-૨૦૨૩ નેત્રંગ.

સુરત જીલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા નેત્રંગ તાલુકાના એક ગામમાં રહેતી પોતાની મોટી બહેનની સાસરીમાં રહેવા માટે આવેલ હતી.જે સગીરા મોટી બહેનના ઘરના પાછળના ભાગે આવેલ આમલીના ઝાડ પાસે રાત્રીના સમયે કુદરતી હાજતે ગઇ હતી.જે દરમ્યાન વરખડી ગામના મુકેશ રાયસીંગભાઇ વસાવાએ કુદરતી હાજતે ગયેલ સગીરાને મોઢા પર હાથ મુકી ધાકધમકી આપી કહેલ કે,તું બુમ પાડશે તો હું તને જાનથી મારી નાખીશ

તેવી ધમકીઓ આપી તેની સાથે બળજબરી પુવઁક દુષ્કર્મ કરેલ,અને આ સબંધ બાબતે કોઇને જાણ કરીશતો હું તને તારી બહેનને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી અને થોડા થોડા સમયનાં અંતરે જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા આઠ માસનો ગર્ભ રહી ગયો હતો.

જેની જાણ સગીરાની માતાને થતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ચકચાર મચી જવા પામ્યો હતો.નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન વાધેલાએ બનાવની ગંભીરતાને જાણી દુષ્કર્મ આચરનાર ફરાર મુકેશ રાયસીંગભાઇ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ માટેના ચક્રોગતિમાન કયૉ હતા.

રિપોર્ટર / *વિજય વસાવા નેત્રંગ *

#DNSNEWS


Share to