November 22, 2024

પ્રતિબંધીત રૂટ ભરૂચ એ.બી.સી. સર્કલથી શીતલ સર્કલ સુધી જાહેરનામાના રૂટમાં સામાન્ય સુધારો કરતું જાહેરનામું

Share to

*ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામુ..

આમુખ (૨) ના જાહેરનામાની અન્ય તમામ વિગતો, શરતો યથાવત રહેશે..

ભરૂચ – સોમવાર- ભરૂચ શહેરમાં પ્રવેશતાં મુખ્ય માર્ગો પર મોટા વાહનો જેવા કે લકઝરી બસો, ઔદ્યોગિક વાહનો જેવા ખાનગી ભારે વાહનો તથા અન્ય ખાનગી ભારે વાહનોને કારણે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવે છે. જેના કારણે દિવસ દરમ્યાન શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે તેમજ અકસ્માતના બનાવ બનતા અટકાવવા માટે તેમજ ભારે વાહનોથી જાનહાની ન થાય તે માટે સવારના કલાક ૦૯:00 થી રાત્રીના ૦૯:00 કલાક સુધી મોટા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા બાબતે અત્રેથી આમુખ (૨) જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
ત્યારબાદ વિવિધ વ્યાપારીક સંસ્થાઓએ જેવી કે(૧) નર્મદા કોમ્પ્યુટરાઈઝ્ડ વે બ્રીજ છે, દુધ ધારા ડેરી પાસે, જતા ને.હા.નં. ૮, ભરૂચએ તા. ૨૪/૪/૨૦૨૩ ની અરજીથી (૨) ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશન, ભોલાવ, ભરૂચએ તા. ૨૪/૪ /૨૦૨૩ ની અરજીથી (૩) મેસર્સ ચેલેન્જ માર્કેટીંગ, ભોલાવ ભરૂચએ તા. ૨૪/૪/૨૦૨૩ ની અરજી થી આમુખ (૨) ના જાહેરનામામાં જણાવેલ પ્રતિબંધિત રૂટ નં. ૨. એ.બી.સી. સર્કલ થી શીતલ સર્કલ સુધીના રસ્તા પરથી ભારે વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. પરંતુ તેઓના ઉદ્યોગ, ધંધા, વેપારને લગતા ભારે વાહનોને સદર હું રૂટ પરથી પસાર કરવાની મંજરી આપવામાં ન આવે તો તેઓને ખુબ મોટું આર્થિક નુકશાન થાય તેમ છે તેથી હું રૂટ – પરથી ઔદ્યોગિક વાહનોને દિવસ દરમ્યાન અવર જવર કરવાની મંજૂરી આપવા રજુઆત કરેલ છે. જે બાબતે અત્રેથી પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચને જરૂરી ખાત્રી કરી અહેવાલ રજૂ કરવા જણાવતા પોલીસ અધિકશ્રી, ભરૂચએ આમુખ (૩) થી અહેવાલ રજૂ કરી ઉદ્યોગનગરમાં નાના મોટા ઔદ્યોગીક એકમો આવેલ છે તેમજ દૂધ ધારા ડેરી પણ આવેલ છે. ઉદ્યોગનગરમાં આવેલ ઔઘોગીક એકમો તરફ અવરજવર કરવા માટે બીજો કોઈ રસ્તો આવેલ નથી તેમજ આ વાહનોના વજન કરાવવા માટે નર્મદા વે બ્રીજ દૂધ ધારા ડેરી પાસે આવેલ છે. જેથી સદર હું રૂટ બંધ કરવાથી ઉદ્યોગનગરમાં અવર જવર કરનાં વાહનોની સમસ્યા સર્જાય છે. જેથી પ્રતિબંધીત રૂટ એ.બી.સી. સર્કલથી શીતલ સર્કલ સુધી હોઈ જાહેરનામાના રૂટમાં સામાન્ય સુધારો કરતાં એ.બી.સી સર્કલથી ઉદ્યોગનગર જેબશન કંપની તરફ જતાં ફકત ઉદ્યોગનગર તરફ ઔદ્યોગિક એકમોને લગતા માલવાહક વાહનોની મુકિત આપવામાં આવે તેમજ ઉદ્યોગનગર જેબસન કંપની તરફ જતાં કટથી શીતલ સર્કલ સુધી તમામ માલ વાહક, હેવી કોમર્શીયલ વાહનો, ખાનગી લકઝરી બસો, મીની લકઝરી બસો, (સ્કુલ બસ, એસ.ટી.બસો સિવાય) ની અવર જવર પર પ્રતિબંધ રહે તે રીતે જાહેરનામામાં સુધારો કરવા જણાવેલ છે. તેમજ આમુખ (૪) ના પત્રથી ગુજરાત રાજય વેર હાઉસીંગ કોર્પોરેશન ભોલાવ કેન્દ્ર, તા.જી.ભરૂચના વેરહાઉસ દિવસ દરમ્યાન ત્રણ થી ચાર ટ્રકોનું લોડીંગ, અનલોડીંગ થતું હોય છે. તેમજ તેઓના કોઈ ભારે વાહનો શીતલ સર્કલ તરફ આવવા જવાના નથી ફકત એબીસી સર્કલથી નર્મદા મૈયા બીજ પહેલા નારાયણ કોમ્પલેક્ષ સામેથી મોલાવ ગામમાં જવાના રસ્તેથી ગુજરાત રાજય વેર હાઉસીંગ કોપોરેશન, ભોલાવ સુધી જનાર છે જે ધ્યાને લેતાં ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશન, ભોલાવ કેન્દ્ર ખાતે ફકત વેરહાઉસ ગોડાઉનને લગતી ટ્રકોને અવર જવર કરવાની મંજુરી આપવા અભિપ્રાય પાઠવેલ છે.
ઉપરોકત વિગતે વિવિધ વ્યાપારીક સંસ્થાઓની રજૂઆત તેમજ પોલીસ અધિક્ષકશ્રી,ભરૂચના આમુખ (૩) અને (૪)નો અહેવાલ વંચાણે લેતાં અત્રેના આમુખ (૨) ના જાહેરનામામાં જાવેલ પ્રતિબંધીત રૂટ નંબર–૨ એ.બી.સી.સકલથી શીતલ સર્કલ તરફ જતાં ભારે વાહનોની અવર જવરના પ્રતિબંધ બાબતે આંશિક સુધારો કરવાપાત્ર જણાય છે.
આથી તુષાર ડી.સુમેરા (IAS), જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂએ આખુખ -૨ ના જાહેરનામામાં જણાવેલ પ્રતિબંધીત રૂટ નં. ૨. એ.બી.સી. સર્કલ થી શીતલ સર્કલ સુધીના રસ્તા પરથી ભારે વાહનોની અવર જવર કરવા પર સવારના ૯–૦૦ કલાકથી રાત્રીના ૯–૦૦ કલાક દરમ્યાન પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમાં સુધારો કરી નિચે જણાવેલ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તી આપી સવારના ૯–૦૦ કલાકથી રાત્રીના ૯–૦૦ કલાક દરમ્યાન મંજુરી આપવા હુકમ કર્યો છે.
*પ્રતિબંધિત વિસ્તારમાંથી મુકિત આપેલ વાહનોની વિગત*
(૧) એ.બી.સી. સર્કલથી ઉદ્યોગનગર તરફ જતા રસ્તા પર આવતા તેમજ ઉદ્યોગનગરમાં આવેલ ઔદ્યોગીક એકમો તરફ જતા ભારે માલ વાહક વાહનો અવર જવર કરી શકશે.
(૨) એ.બી.સી.સર્કલથી નર્મદા મૈયા બ્રીજ પહેલા નારાયણ કોમ્પલેક્ષ સામે ભોલાવ ગામમાં જવાના રસ્તેથી ગુજરાત રાજય વેર હાઉસીંગ કોર્પોરેશન ભોલાવ કેન્દ્ર સુધી ફકત વેર હાઉસ ગોડાઉનને લગતા ભારે ઔધોગીક વાહનો અવર જવર કરી શકશે. આમુખ (૨) ના જાહેરનામાની અન્ય તમામ વિગતો, શરતો યથાવત રહેશે.
આ જાહેરનમાના આદેશનું ઉલ્લંધન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયન કલન ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

#દૂરદર્શી ન્યૂઝ


Share to