સેટેલાઈટમાં જાેવા મળી ‘ચક્રવાત મોચા’ની ભયાનક તસવીર, આ દેશ માથે મોટું સંકટ!..

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૪
બંગાળની ખાડીમાં ઊઠેલા ચક્રવાતી તોફાન મોચાની ભયાનક તસ્વીરો સેટેલાઈટથી દેખાઈ ગઈ છે. બંગાળની ખાડીમાં ઉઠેલા આ પ્રચંડ તોફાન મોચાને જાેઈ ભારતમાં પશ્ચિમ બંગાલ સહિત અન્ય તટીય રાજ્યોએ સાવધાનીના પગલા ઉઠાવ્યા છે. તો વળી બાંગ્લાદેશમાં પણ ચક્રવાતી તોફાનનો ખતરો વધી ગયો છે. બાંગ્લાદેશના અધિકારીઓએ શનિવારે દક્ષિણ પૂર્વી સમુદ્રી તટથી લાખો લોકોને હટાવવાના નિર્દેશ આપ્યા છે. કારણ કે, ભયાનક ચક્રવાત મોચા જે ઉષ્ણકટિબંધિય સાઈક્લોન છે, તે બાંગ્લાદેશના તટ પર તબાહી મચાવી શકે છે. તેનાથી રોહિંગ્યા શરણાર્થી શિબિરને ખતરો ઊભો થવાની શંકા છે. લગભગ બે દાયકામાં બાંગ્લાદેશમાં જાેવામાં આવેલ શક્તિશાળી ચક્રવાતોમાંથી મોચાને એક માનવામાં આવી રહ્યો છે. આ ખતરનાક ચક્રવાત રવિવારે બાંગ્લાદેશ મ્યાંનમાર સરહદ પર દસ્તક આપી શકે છે. ઈમરજન્સી પ્રબંધન મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે, અમારા દક્ષિણ પૂર્વી સમુદ્ર તટથી લાખો લોકોને કાઢવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામની વચ્ચે એક સેટેલાઈટ તસ્વીર સામે આવી છે. જેમાંથી ખબર પડશે કે, આ તોફાન કેટલું ખતરનાક છે. બાંગ્લાદેશના મૌસમ કાર્યાલય દ્વારા પોતાના નવીનતમ વિશેષ મૌસમ બુલેટિન જાહેર કર્યા બાદ આ ટિપ્પણી કરી છે. તેમાં દક્ષિણપૂર્વી ચટ્ટગાંવ અને કોક્સ બજારના સમુદ્રી પોર્ટને ખૂબ જ ખતરનાક સંકેતક નંબર આઠની ઘોષણા કરવા માટે કહેવાયું છે. મૌસમ વિભાગે કહ્યું કે, અત્યંત ખતરનાક ચક્રવાતી તોફાન મોચા, ઉત્તર પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેના કારણે ૧૭૫ કિમી પ્રતિ કલાકથી પવન ફુંકાઈ રહ્યો છે. વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠને આ અગાઉ શુક્રવારે સપ્તાંહાંતમાં ૨-૨.૫ મીટર ઊંચી લહેરો આવવાની શંકા વ્યક્ત કરી હતી. જેનાથી ઉત્તરી મ્યાનમારના નીચલા ભાગની સાથે સાથે બાંગ્લાદેશના અમુક ભાગમાં પુર આવવાની આશંકાની સાથે ભૂસ્ખલનની શંકા પણ વ્યક્ત કરી હતી.


Share to