(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૪
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળવા બદલ કર્ણાટકની જનતાનો આભાર માન્યો હતો. સાથે જ કર્ણાટકના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સહિત કર્ણાટકમાં કોંગ્રેસ માટે કામ કરી રહેલા તમામ નેતાઓનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કર્ણાટકમાં પ્રેમની જીત થઈ છે અને નફરતની હાર થઈ છે. કર્ણાટકમાં ગરીબોની જીત થઈ છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે કર્ણાટકમાં નફરતની બજાર બંધ છે અને પ્રેમની દુકાન ખુલી છે. સાથે જ તેણે જાહેરાત કરી હતી કે કર્ણાટકની જનતાને આપેલા ૫ વચન પહેલી કેબિનેટમાં પુરા થાશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટકના લોકોએ દેખાડી દીધું છે કે આ દેશ પ્રેમ ઈચ્છે છે. કર્ણાટકમાં નફરતની બજાર બંધ છે અને પ્રેમની દુકાનો ખુલી ગઈ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વાર એ વાત કહી હતી કે તેઓ પ્રેમની બજાર ખોલવા આવ્યા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસની જીત પર કહ્યું હતું કે પાર્ટીએ કર્ણાટકની જનતાને આપેલા પાંચ મોટા વચનો સરકાર બન્યાની સાથે જ પુરા કરવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસની જીતને જનતાની જીત હતી હતી અને કહ્યું હતું કે જનતાએ ભ્રષ્ટ સરકારને હરાવી છે. તેમણે પણ કહ્યું હતું કે તેમની સરકાર લોકોને આપેલા ૫ વજન ઝડપથી પુરા કરશે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો