નેત્રંગ. તા,૧૩-૦૫-૨૦૨૩.
વન વિભાગ દ્રારા દીપડા અને તૂણભક્ષી/નાના સસ્તન પ્રાણીઓની હાથધરવામા આવેલ વસ્તી ગણતરી મુજબ ભરૂચ જીલ્લા ના ત્રણ તાલુકાઓમા દીપડાની વસ્તી ૯૯ થઈ છે.
નેત્રંગ વનવિભાગ ના આર,એફ,ઓ. એસ,યુ,ધાંચીએ આપેલ માહિતી મુજબ હાલમા મદદનીશ વન સંરક્ષકશ્રી પેટા વિભાગ ભરૂચ દ્રારા દીપડા અને તૂણભક્ષી/નાના સસ્તન પ્રાણીઓ ની વસ્તી ગણતરી હાથ ધરવામા આવેલ હતી નેત્રંગ તાલુકામાં કુલ ૭૮ ગામનો સમાવેશ થાય છે.જેમાંથી રીઝવઁ ફોરેસ્ટ ૪૨ ગામ છે, બાકીના ૩૬ ગામ રેવન્યુ વિસ્તાર ના છે.રીઝવઁ જંગલ વિસ્તારમા પ્રાણીઓ ને પીવાના પાણીના કુદરતી સ્ત્રોત છે. તેમ છતા વનવિભાગ દ્રારા આટિઁફીશિયલ પ્રાણીઓ માટે પીવાના પાણીના સ્ત્રોત તૈયાર કરવામા આવ્યા છે.જેથી જંગલ વિસ્તારમા દીપડાનો વ્યાપ વધ્યો છે.
તેમ છતા જંગલ વિસ્તાર કરતા રહેણક વિસ્તારોમા દીપડાઓ વધુ જોવા મળી રહ્યા છે.જેનુ મુખ્ય કારણ રેવન્યુ વિભાગમા ખેતી ની જમીનમા સૌથી વધુ શેરડીનુ વાવેતર થતુ હોવાથી સીમોમા શેરડીના ખેતરો વધુ છે. જેને લઈ ને શેરડીના ખેતરોમા આઠ થી દસ મહિનાનો સમયગાળો સારી રીતે ભય વગર પસાર થાય છે.અને પાણીની સુવિધા પણ મળી રહે છે.
વનવિભાગ ના આર એફ ઓ એસ,યુ, ધાંચીએ ના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દીપડા દ્રારા કોઈ માનવ ટર હુમલો કરવામા આવ્યો નથી.
દીપડા સાથે માનવીય ધષઁણ શુન્ય છે. તેના પરથી સાબીત થાય છે કે દીપડા માનવ સાથે એક મેક થઈ ગયા છે.
દીપડા દ્રારા માનવવય કોઈ નુકશાન નથી, માનવ દ્રારા દીપડાને કોઈ નુકશાન નથી. આના પરથી એવુ અનુમાન થાય છે, કે માનવ અને દીપડા એક સાથે રિઝર્વ ફોરેસ્ટ અને રેવન્યુ વિસ્તારમાં રહે છે, જેના કારણે ૨૦૨૦ની ગણતરી કરતા દીપડાની વસ્તી ૨૦૨૩ ના વર્ષ મા વધારો જોવા મળ્યો છે. જેમા હાલમા હાથ ધરેલ વસ્તી ગણતરી મુજબ નેત્રંગ તાલુકામા ૪૨, વાલીઆ તાલુકામા ૨૮ અને ઝધડીયા તાલુકામા ૨૯ દીપડાઓ ની ગણતરી થયેલ છે.જ્યારે અન્ય પ્રાણીઓમા ઝરખ ૪૭, જંગલીબિલાડી ૬, વણિયર ૨૮, લોકડી ૩, ધુવડ ૧૧, શિયાળ ૨૫, શાહુડી ૧૩ આમ ઉપરોક્ત પ્રાણીઓ ની ગણતરી કરવામા આવેલ છે.
નેત્રંગ,વાલીઆ, ઝધડીયા તાલુકાઓમા દીપડાની વસ્તીમાં વ્યાપ્ત થયો રહ્યો હોવા છતા દીપડાને માનવનુ ધષઁણ થયુ નથી, એજ વનવિભાગ ની મોટી સફળતા છે.
*વિજય વસાવા નેત્રંગ*