September 7, 2024

નેત્રંગ કોંગ્રેસ દ્વારા કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થતા ઉજવણી કરવામાં આવી હતી

Share to



આજરોજ કર્નાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થયો હતો કર્નાટક વિધાનસભામાં ભાજપ અને જેડીએસ સહિતના પક્ષોને પછાડી કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી હાસંલ કરતા સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નેત્રંગ ખાતે નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરપત વસાવા,ઉપપ્રમુખ મોસિન પઠાણ અને ઝગડિયા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા તેમજ અશ્વિન વસાવા,પ્રદીપ વસાવા સહિતના કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી


*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed