નેત્રંગ પોલીસે ૧ મહિલા બુટલેગર સહિત ૨ જુગારીયાઓને ઝડપી લીધા જ્યારે સટ્ટા બેટીંગ ના આંકડા લેનાર બુટલેગર વોન્ટેડ.કુલ્લે રૂપિયા ૫૬૪૦/= નો મુદામાલ જપ્ત.

Share toનેત્રંગ.  તા,૧૩-૦૫-૨૦૨૩.

નેત્રંગ પોલીસે બે અલગ અલગ જગ્યાએ પર રેઇડ કરી દેશી દારૂ નુ વેચાણ કરતી એક મહિલા બુટલેગર સહિત સટ્ટા બેટીંગ ના આંકડા લખનારા બે પુરુષ બુટલેગરો ને ઝડપીલઇ અટકાયતી કરી કાયદેસર ની કાયઁવાહી કરી છે.
નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ કે,એન, વાધેલાએ પોલીસ સ્ટેશન વિસ્તાર મા વોચ રાખી પ્રોહીબીશન , જુગાર વિગેરે ચાલતી પ્રવૃત્તિઓને દામી દેવા આપેલ સુચના ને લઇ ને નેત્રંગ પોલીસ સ્ટાફ પ્રેટોલીગ મા ટાઉન બીટ વિસ્તાર મા તેમજ મોવી બીટ  વિસ્તાર હતો , ત્યારે  બાતમીદાર થકી મળેલ બાતમીના આધારે કુપ ગામે રહેતો સુરેશ દિનેશભાઇ વસાવા પોતાના ધરે આગળની અડારીમા સટા બેટીંગ ના આંકડા લખી રહ્યો છે. અને એક ઇસમ આંકડા ના ચીઠા લેવા માટે એના ધરે બેઠો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે રેડ કરતા સુરેશ દિનેશભાઇ વસાવા, નરેશ જશવંતભાઈ વસાવા રહે તાડ કંપની ફળીયુ ચંદવાણ ને ઝડપીલીધા હતા, જેઓની પાસે થી રૂપિયા ૫૪૪૦/= નો મુદામાલ જપ્ત કરેલ જ્યારે સટ્ટા બેટિંગ ના આંકડા લેનાર મુખ્ય બુટલેગર રવીન્દ ઉફે ગોલ્ટો જશવંતભાઈ વસાવા રહે તાડ કંપની ફળીયુ ચંદવાણ ને વોન્ટેડ જાહેર કરેલ છે. જયારે વાંદરવેલી ગામે દેશી દારૂ નુ વેચાણ કરનાર લક્ષ્મી ફતેસીંગ વસાવાને ત્યા રેડ કરતા ૫ લિ. દેશી દારૂ જેની કિંમત રૂપિયા ૧૦૦/= આમ કુલ્લે પોલીસે રુપિયા ૫૬૪૦/=  ના મુદામાલ સાથે તમામ ને ઝડપી લઇ કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to