ભરૂચ જિલ્લામાં તારીખ ૧૩/૦૫/૨૦૨૩ ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.

Share to



ભરૂચ- બુધવાર – ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ મુકામે કાર્યરત જીલ્લા ન્યાયાલય સંકુલની તમામ ફોર્ટો અને જીલ્લાની તમામ તાલુકા કોર્ટો ધ્વારા પ્રત્યક્ષરૂપે હાજર રહી શકાય તેવી નેશનલ લોકઅદાલતનું આયોજન કરેલ છે.
નેશનલ લોક અદાલતનું આયોજન તા. ૧૩/૦૫/૨૦૨૩ ને શનીવારના રોજ કરવામાં આવનાર છે. આ નેશનલ લોકઅદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ એકટ મુજબનાં કેસો, ફકત નાણાની વસુલાતનાં કેસો, વાહન અકસ્માતના વળતરનાં કેસો, લેબર તકરારનાં કેસો, ઈલેકટ્રીસીટી તથા વોટરબીલને લગતાં કેસો, લગ્નવિષયક કેસો, જમીન સંપાદનન કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થાં અને નિવૃતીના લાભોને લગતાં કેસો, મહેસુલને લગતાં કેસો, અન્ય સિવિલ કેસો જેવા કે,( ભાડાં, સુખાધિકાર, મનાઈ હુકમ, વિશીષ્ટ પાલનનાં દાવા વિગેરેના કેસો) તથા પ્રિ-લીટીગેશન, ઉપરાંત ખોરાકીના કેસો મુક્વામાં આવનાર છે. આ નેશનલ લોકઅદાલતમાં પક્ષકારોએ તથા વિ. વકીલશ્રીઓએ સોશીયલ ડીસ્ટન્સીંગ ના સિધ્ધાંતનું પાલન કરી પ્રત્યક્ષ રીતે હાજર રહીને સમાધાન રાહે નેશનલ લોકઅદાલતમાં મુકવામાં આવેલ કેસો ફૈસલ કરવાની કાર્યવાહી ક૨વામાં આવશે.

આ અંગે વધુ માહીતી મેળવવા માટે અને પોતાનો કેસ નેશનલ લોકઅદાલતમાં મુકાવવા માટે પક્ષકારો, વિ. વકીલો,વાલીઓ, વિગેરે તેમનો કેમ જે વિસ્તારની કૉર્ટમાં આવતો હોય, ત્યાંની કાનુની સેવા સંસ્થાની નીચેના નંબરો પ૨ સંપર્ક કરી શકે છે.
ક્રમ
તાલુકા કચેરીનું નામ
સંપર્ક નંબર


૦૧
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ


૦૨૬૪૨-૨૨૧૪૮૯
૦૨
તાલુકા કાનુની સેવા સમિતિ, ભરૂચ.
૦૨૬૪૨-૨૬૦૪૧૦


૦૩
તાલુકા કાનુની સેવા સમિતિ, ઝગડીયા,


૦૨૬૪૫-૨૨૦૦૬૧


૦૪
તાલુકા કાનુની સેવા સમિતિ, વાલીયા
૦૨૬૪૩-૨૭૦૪૦૪
૦૫
તાલુકા કાનૂની સેવા સમિતિ,નેત્રંગ
૦૨૬૪૩-૨૮૨૩૯૩


૦૬
તાલુકા કાનુની સેવા સમિતિ, અંકલેશ્વર


૦૨૬૪૬-૨૩૮૨૦૦


૦૭
તાલુકા કાનુની સેવા સમિતિ, જંબુસર.


૦૨૬૪૪-૨૨૦૦૭૫
૦૮
તાલુકા કાનુની સેવા સમિતિ, આમોદ.
૦૨૬૪૧-૨૪૫૭૪૦


૦૯
તાલુકા કાનુની સેવા સમિતિ, વાગરા.


૦૨૬૪૧-૨૨૫૧૧૮


૧૦
તાલુકા કાનુની સેવા સમિતિ, હાંસોટ


૦૨૬૪૬-૨૬૨૩૦૭




તે સાથે ઇ-મેમાનો દંડ ન ભરનાર કુલ- ૧૨,૫૧૪ નોટીશ સાથે કુલ – ૪૧,૨૯,૦૦૦/- વસુલવા માટે નોટીશ ઇસ્યુ કરવામાં આવેલ છે. આથી જે વાહન ચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમને તા.૧૨-૦૫-૨૦૨૩ સુધીમાં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પોલીસ અધીક્ષકની કચેરી, સીવીલ લાઇન, કાળી તલાવડી નજીક, ભરૂચ-૩૯૨૦૦૧ ખાતે ભરી શકાશે આ ઉપરાંત www.echallanpayment.gujarat.gov.in પર ઓનલાઈન ભરી શકાશે તથા તા.૧૩-૦૫-૨૦૨૩ ના રોજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ, રૂમ નં.૧૨૧, પ્રથમ માળ, જિલ્લા ન્યાયાલય સંકુલ. કાણબીવગા,ભરૂચ ખાતે પણ ભરી શકાશે. તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
૦૦૦


Share to