September 7, 2024

ઈમરાનની ધરપકડ બાદ ઁછદ્ભમાં હંગામો.. હિંસા, આગચાંપી અને તોડફોડ…ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા, આગચાંપી અને તોડફોડ… સમગ્ર દેશમાં ૧૪૪ લાગૂ

Share to


(ડી.એન.એસ)ઇસ્લામાબાદ,તા.૧૦
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (ઁ્‌ૈં)ના અધ્યક્ષ ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઇમરાન ખાનની પાર્ટીના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન સરકારે સમગ્ર દેશમાં કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. પીટીઆઈ સમર્થકો અનેક જગ્યાએ તોડફોડ, હંગામો અને આગચાંપી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ લાહોરમાં સેનાના કમાન્ડરોના આવાસ અને રાવલપિંડીમાં સેનાના મુખ્યાલય પરિસરમાં પ્રવેશ કર્યો છે. પ્રદર્શનકારીઓએ લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના ઘરમાં ઘુસીને તોડફોડ કરી અને આગ લગાવી દીધી છે. શું ટોળાને કાબૂ કરવા એક્શન મોડમાં આવી પાક પોલીસ!… ઈમરાન ખાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તણાવ શરૂ થઈ ગયો હતો અને હવે ધીમે ધીમે આખા પાકિસ્તાનમાં જાેવા મળી રહ્યો છે. ઈમરાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, ત્યારબાદ પોલીસ દળ ભીડને કાબૂમાં લેવા એક્શન મોડમાં આવી ગયું હતું. જાે કે આ પછી પોલીસે ઈમરાન ખાનના સમર્થકો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સાથે જ આ દરમિયાન ઈમરાનના વકીલ પર પણ હુમલો થયો છે, જેમાં ઘણા વકીલોને પણ ઈજા થઈ છે. સમગ્ર પાકિસ્તાન દેશમાં કલમ ૧૪૪ લાગૂ કરાઈ!.. પાકિસ્તાનમાં વધતા વિવાદ વચ્ચે કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવ્યા છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તા ગુસ્સામાં છે અને સતત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પીટીઆઈના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાનની ધરપકડ બાદ કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે આહ્વાન કર્યું છે. પીટીઆઈના ટિ્‌વટર પર શેર કરાયેલા એક વીડિયો સંદેશમાં કુરેશીએ લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવા અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાન સાથે એક થવા વિનંતી કરી. તેણે કહ્યું કે તે ઈસ્લામાબાદ જઈ રહ્યો છે જ્યાં તેણે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા માટે પીટીઆઈ નેતૃત્વ અને છ સભ્યોની સમિતિની બેઠક બોલાવી છે. આ તરફ ઈમરાનને સ્લો ઝેર આપી શકાય છે તેવું આ પીટીઆઈ નેતાએ કહ્યું… એ પણ પીટીઆઇના નેતા?…. તમને જણાવીએ કે, પૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા શેખ રશીદે ઈમરાન ખાનની ધરપકડ પર મોટું નિવેદન આપ્યું છે. તેણે ઈમરાન ખાનના જીવને ખતરો આપ્યો છે અને તેને સ્લો પોઈઝન આપવામાં આવી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે શાહબાઝ સરકારે ઈમરાન ખાનની રાજનીતિને ખતમ કરવા માટે આ પગલું ભર્યું છે. જીરેંર્ઙ્ઘુહ ઁટ્ઠૌજંટ્ઠહ ની માંગ ઉઠી!…. ઇમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈએ ટિ્‌વટર પર પોતાના સમર્થકોને ભેગા થવાનું કહ્યું છે. સાથે ઁ્‌ૈં તો જીરેંર્ઙ્ઘુહ ઁટ્ઠૌજંટ્ઠહ ની માંગ ઉઠાવી છે. પાકિસ્તાનના આ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.. જેમાં પેશાવર, લાહોર, ફૈસલાબાદ, મુલતાન, વિહાદી, ગિલગિટ, કરાચી, ખાનાર, ગુજરાનવાલા, રહીમ યાર ખાન, બહાવલપુર, ચારસદ્દા અને સરગોધા શહેરોનો સમાવેશ થાય જ્યાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે..


Share to

You may have missed