Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ગુજરાતમા હવે કોરોના કરતા હાર્ટએટેકથી લાગી રહ્યો છે વધુ ડર…

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૩
ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી એવા કિસ્સા સામે આવી રહ્યા હતા કે ચાલતા, નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી મોત થતા હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં એકાએક યુવકોના હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ત્યારે હાર્ટએટેકથી છેલ્લા બે દિવસમાં ગુજરાતમા ૩ યુવકોના મોત નિપજ્યાં છે. જેમાં બે મોત રાજકોટમાં, તો એક મોત પાટણમા થયું છે. પ્રથમ મોત રાજકોટમાં થયું.. રાજકોટના અમિત ચૌહાણ નામના યુવકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નના આગામી દિવસે ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો. દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા. થોડા સમય બાદ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બેભાન થયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, અમિત ચૌહાણના મોતથી પરિવારમા માતમ છવાયો છે. બીજું મોત પાટણમાં થયું… પાટણ જિલ્લામાં હારીજમાં હાર્ટએટેકથી એક યુવકનું મોત નિપજ્યું છે. હારીજમાં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા ભરત સોલંકી નામના ડ્રાઈવરે જીવ ગુમાવ્યો. ભરત સોલંકીને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટએટેક આવ્યો હતો. ત્રીજું મોત રાજકોટમાં થયું.. રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. રાજકોટના જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચીન મણિયારને હાર્ટએટેક આવ્યો હતો. વહેલી સવારે હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ તેમને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમનુ મોત થયુ હોવાનું તબીબે જણાવ્યું. હાર્ટ અટેકના લક્ષણો આપ્રકારે હોય છે… છાતીમાં દુખાવો, બેચેની થવી, બંને હાથમાં દુઃખાવો થવો, જડબું કે ગળા કે પીઠમાં દુઃખાવો, મન અશાંત રહે અને ચક્કર આવે, સતત પરસેવો થવો, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, સતત ઉધરસ આવવી.. વગેરે. હાર્ટ અટેકથી બચવાના ઉપાયો આ પ્રકારે છે… પોતાના કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો, તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરો, ખાવામાં તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, પોતાના વધી રહેલા વજનને ઓછું કરો, શુગરના દર્દી પોતાના શુગરને નિયંત્રિત રાખે, દરરોજ ચાલવાનું રાખો, દૈનિક હળવી એક્સરસાઈઝ કરવાનું રાખો, જિમમાં હાર્ટ પર અસર કરતી એક્સરસાઈઝ કરવાનું ટાળો અને સલાડ, શાકભાજી અને ફળોનું સેવન કરો.. તો બચી શકાશે.. હાર્ટ અટેકનું મોટું કારણ આ હોઈ શકે છે.. ખોરાકની ખોટી ટેવ, સુસ્ત લાઈફસ્ટાઈલ, ફિઝિકલ એક્ટિવિટીમાં આળસ, આલ્કોહોલનું સેવન, જંક ફૂડ, કામનું સતત દબાણ, વધારે ન્યૂટ્રીશનનો ઉપયોગ, સ્ટેરોઈડનો ઉપયોગ, હાઈ બ્લડ પ્રેશર, પૂરતી ઉંઘ ન લેવી.. હાર્ટ અટેકથી ભારતમાં મોત… જેમાં વર્ષ ૨૦૧૪ – ૧૮,૩૦૯, વર્ષ ૨૦૧૫ – ૧૮,૮૨૦, વર્ષ ૨૦૧૬ – ૨૧,૯૧૪, વર્ષ ૨૦૧૭ – ૨૩,૨૪૬, વર્ષ ૨૦૧૮ – ૨૫,૭૬૪ અને વર્ષ ૨૦૧૯ – ૨૮,૦૦૫ લોકોના મોત થયા હતા.. કેમ આવે છે હાર્ટએટેક?.. જાણો કારણ.. નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ત્યારે નિષ્ણાતોના મતે, શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ વિશે નિષ્ણાતોએ જમાવ્યું કે, પ્લેક એ ચરબીયુક્ત પદાર્થ છે, જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે. આ કારણે યુવાઓને હાર્ટ એટેક આવે છે. ધમનીમાં પ્લેકનું પ્રમાણ વધુ થાય તો ગણતરીની મિનિટોમાં તે ૧૦૦ ટકા સુધી પહોંચી જાય છે. આવામાં જાે વ્યક્તિ વધુ શ્રમ કરે, કસરત કે સ્પોર્ટસ એક્ટિવિટી કરે તો હાર્ટએટેકની સ્થિતિ ઉદભવે છે. છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયોવેસ્ક્યૂલર રોગમાં વધારો થવાનું કારણ કોરોના પણ છે. નિષ્ણાતો કહે છે કે, રોગને લીધે ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક સર્જાય છે. જે વધુ ખતરનાક છે. પ્લેક શરીરમાં ધરાવનાર વ્યક્તિને ખબર જ નથી હોતી કે તેના શરીરમાં પ્લેક છે. આ પ્રકારની રોગની સ્થિતિવાળા યુવન દર્દીઓની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે, ૪૦ વર્ષથી નીચેની વયના યુવાઓમાં આ સમસ્યા વધી રહી છે. પરંતુ આ સમસ્યા એકાએક આવતી નથી. તેની પાછળ ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, અનઈવન જીવનશૈલી કારણભૂત હોય છે. આ માટે ૩૦ વર્ષ બાદ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવુ જાેઈએ. જેથી તમને આવતા સંકટ વિશે ચેતી શકો છો. જ્યારે શરીરરમાં અનિયમિતતા અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવજાે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top