નેત્રંગ નગરમા આવેલ બળીયાબાપજીના મંદિરે  દશઁન તેમજ ઠંડુ ભોજન ખાવા આવતા ભાવિકભકજનનો.

Share to

                                                    

નેત્રંગ. તા,૧૧-૦૪-૨૦૨૩ચૈત્ર માસ નિમિતે બળીયાબાપજી ને દુધ પાણી ચઢાવી દશઁન નો અનેરો મહિમા હોવાથી નેત્રંગ નગર મા આવેલ બળીયાબાપજીના મંદિરોએ દશઁન સહિત ઠંડુ ખાવા માટે ભવિકભકતજનો સંખ્યામા ઉમટી રહ્યા છે.
ચૈત્ર માસ  દરમ્યાન આવતા મંગળવાર, ગુરૂવાર, રવિવારના રોજ ગ્રામ્ય વિસ્તારો થી લઇ ને શહેરી વિસતારોમા આવેલ બળીયાબાપજી ના મંદિરોમા બળીયાબાપજી ને દુધ પાણી ચઢાવીને દશઁન નો અનેરો મહિમા છે, મનુષ્ય ને થતા ચમઁ રોગ દુર કરનારા દેવ તરીકે ઓળખાય છે. નાના થી લઈ ને મોટા માણસોમા ચામડી ના રોગો જેમા ઓરી, છબરડા, શીતળા, શીરવા વિગેરે ચમઁ થતા હોય છે. તેને દુર કરવા માટે લોકો બળીયાબાપજીની બાધા માનતા રાખતા હતા, જેતે વ્યકિતને બાધા રાખ્યા બાદ શરૂ થઈ જાઇ પછી બળીયાબાપજીના મંદિરે દુધ પાણી ચઢાવી શ્રીફળ વધેરી માનતા પુરી કયાઁ બાદ નિજમંદિરે બેસી ઠંડુ ખાવાનો અનેરો મહિમા હોવાથી.


ગ્રામ્ય વિસ્તારોમા ખાસ બાપદાદા ના વખતની પરંપરાઓ ચાલી રહી છે. જેને લઈ ને નેત્રંગ નગરમા આવેલ બળીયાબાપજી ના મંદિરોમા ચૈત્ર વદ ના દિવસોમા તાપમાન નો પારો ૪૦ ડીગીએ પહોચી રહ્યો છે. તેવા સંજોગોમા ગુહીણીઓ અગલા દિવસે તૈયર કરેલ ભોજન આવા સખત તાપમાનમા બગડી જતો હોય છે. પરંતુ બળીયાબાપજીના મંદિરે ઠંડુ ભોજન લઇ ને જતા ભાવિકભકતોનુ ભોજન સહેજ પણ બગડતુ નથી. જે એક ખુબી છે. કે પછી બળીયાબાપજીનો ચમત્કાર જે ગણોતે હિન્દુ ભાવિકભકતજનો કુટુંબ કંબીલા સાથે મંદિરોમા ખાવા માટે જાઇ છે. નેત્રંગ નગર ના ગાંધીબજાર ખાતે  આવેલ બળીયાદેવના મંદિરે તેમજ ટેકરાવાળા રાધાકૃષ્ણ મંદિર જીનબજાર ખાતે આવેલ બળીયાદેવના મંદિરે લોકો દશઁન ની સાથે સાથે ઠંડુ ખાવા માટે ઉમટી રહ્યા છે.

રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed