ભરોસાની સરકાર ના રાજમા.આરટીઓ, પોલીસ, તંત્ર ના આશિર્વાદ થી નેત્રંગ  – અંકલેશ્વર વચ્ચે ખાનગી પ્રેસેન્જર વહન કરતા વાહન ધારકો થકી ચાલતી ઉધાડી લુંટ

Share to


પ્રેસેન્જર કોસમડી, કાપોદરા, ભદકોદરા, કે પછી અંકલેશ્વર ઉતરે ભાડુ રૂપિયા ૬૦/= જ ચુકવાનુ
ખુલ્લે આમ દાદાગીરી કરી ધેટા બકરા માફક પ્રેસેન્જર તો ભરવાનાજ..નેત્રંગ.  તા,૧૧-૦૪-૨૦૨૩ભરોસાની સરકાર ના રાજમા તંત્ર ના ખુલ્લે આમ આશિર્વાદ ને લઈ ને આરટીઓ, પોલીસ તંત્ર ની હપ્તા ખોરનીતીને લઈ ને નેત્રંગ  – અંકલેશ્વર વચ્ચે પ્રેસેન્જરો વહન કરતા ખાનગી વાહનધારકો ગરીબ મુસાફર જનતાને  પોતાના વાહનોમા ધેટાબકરાની જેમ ભરી પ્રેસેન્જરો પાસેથી મનફાવે તેમ ભાડા વસુલી લુંટ  હોવાનુ પ્રેસેન્જર આલમમા ચચાઁઇ રહ્યુ છે.

બીજી તરફ બાહોશ એવા જીલ્લા પોલીસ વડા આ બાબતને દયાન પર લઇ ને ગરીબ પ્રજાને લુંટી રહેલા વાહન ધારકો સામે આરટીઓને સાથે રાખી કડક કાર્યવાહી કરશે કેમ ? તેવુ પ્રજામાં ચચાઁઇ રહ્યુ છે.

ભરૂચ જીલ્લા ના  પુવઁમા આવેલ પછાત  ઝધડીયા, વાલીઆ, નેત્રંગ તાલુકામા સરકાર માબાપ ની ઓરમાયુ વર્તન તમામ વિભાગ તરફથી રહ્યુ છે,
જેમા પણ ખાસ એસટી વિભાગે આ પછાત તાલુકાઑમા આઝાદી ના અમુતકાળ દરમ્યાન પણ પુરતા પ્રમાણ મા મુસાફર જનતા માટે તો ઠીક પરંતુ સ્કુલ કોલેજ ભણવા માટે જતા ગરીબ આદિવાસીઓ ના બાળકો માટે બસો ફાળવી નથી.
તેવા સંજોગોમા પોલીસ, આરટીઓ સાથે ની હપ્તા વાળી મીલીભગત ને લઈ પછાત વિસ્તારોમા ખાનગી પ્રેસેન્જરો વહન કરતા વાહન ધારકો નીતી નિયમોનો છડેચોગ ભંગ કરીને પોતાના વાહનો દોડાવી રહ્યા છે.


જેમા નેત્રંગ  – મોવી, નેત્રંગ  – રાજપારડી, નેત્રંગ  – ઝંખવાવ, નેત્રંગ  – ડેડીયાપાડા અને નેત્રંગ- અંકલેશ્વર માટે મોટી સંખ્યા મા ખાનગી વાહનો પ્રેસેન્જર વહન કરી રહ્યા છે.
તેવા સંજોગોમા નેત્રંગ  થી અંકલેશ્વર પ્રેસેન્જર વહન કરતા વાહન ધારકો ને ખુલ્લે આમ નેત્રંગ, વાલીઆ,  અંકલેશ્વર જીઆઇડીસી, જીલ્લા ટાફીક પોલીસ થી લઇ ને ભરૂચ આરટીઓ અધિકારીઓના  મળેલ આશિર્વાદ ને લઇ ને ધેટા બકરાની માફક પ્રેસેન્જરો બેસાડી મન ફાવે તેમ ભાડા વસુલી કરવામા આવી રહ્યા છે. જેમ કે નેત્રંગ બેઠેલ મુસાફર કોસમડી, કાપોદરા,  ભદકોદરા, કે પછી અંકલેશ્વર ઉતરે તો ગરીબ મુસાફરે રૂપિયા ૬૦/= ફરજીયાત ચુકવવા પડે છે. કોસમડી અંકલેશ્વર વચ્ચે અંતર વધારે હોવા છતા મન ફાવે તેમ. ભાડા લસુલી કરી રીતસરની લુંટ ચલાવવામા આવી રહી છે.
ત્યારે જીલ્લા પોલીસ તેમજ આરટીઓ અધિકારીઓ કડક હાથે કામગીરી કરી ખાનગી વાહન ધારકોની શાન ઠેકાણે લાવશે ખરા ? કે પછી ભરોસાની સરકાર મા તેરી મેરી ચુપ ???

રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ


Share to