November 22, 2024
Share to

રતનપોર ગામમાં બંધ પેડેલ પાણીની મોટર નાખવામાં આવી..

ભરૂચ જિલ્લા ના ઝગડીયા ના રતનપોર ગામે પાણી ની મોટર કેટલાક સમય થી બંધ હોવાથી લોકો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો જે બાદ અમારા પ્રતિનિધિ દ્વારા સ્થળ તપાસ કરતા ત્યાં “”નલ શે જલ યોજના”” અંતર્ગત નવનિર્મિત 50,000 લીટર સમતા વાળી પાણી ની ટાંકી તો બની હતી અને ઘરે ઘરે નળો પણ નાખવામા આવ્યા હતા પરંતુ માત્ર અમુક મહિનામાં જ આ ટાંકી ની મોટર કોઈક કારણો સર વારંવાર બગડી જતા લોકો ને પાણી વિના રહેવાનો વારો આવ્યો હતો ત્યારે ભર ઉનાળે પાણી ની સમસ્યા થી પરેશાન (ઓળખ છુપાવાની શરતે )ગ્રામજનો દ્વારા અમારા ચેનલ ના પ્રતિનિધિ નો સંપર્ક કરતા અમારા DNSNEWS ના પ્રતિનિધિ ત્યાં સ્થળ ઉપર જોતા ખરેખર ત્યાં મોટર ના હતી અને પાણી બાબતે અમારા પ્રતિનિધિ એ પોતાની ઓળખ ના આપતા મહિલાઓ સાથે મૌખિક ચર્ચા કરતા તેઓ એ જણાવ્યું હતું કે અમને પાણી માટે ઘણા વર્ષો થી ખુબ સમસ્યા હતી અને અમારા ગામ મા પાણી નથી આવતું જયારે અમારા ગામમા પાણી ની નવી ટાંકી બની તો અમને એમ થયું કે હવે અમને રાહત રહશે પરંતુ અમારે તો હજુ પણ પાણી માટે રાહ જ જોવાની…

જોકે આ બાબતે અમારા પ્રતિનિધિએ ગામના સરપંચ ને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો જે બાબતે ગામના સરપંચ દ્વારા જણાવામાં આવ્ય હતું કે મોટર બગડી છે અને અમે જલ્દી મા જલ્દી તેને રીપેર કરાવી પાણી ચાલુ કરવાના પ્રયત્નો કરશુ અને અમારા પ્રતિનિધિ એ પૂછ્યું હતું કે મોટર કેમ વારંવાર બગડે છે તો સરપંચ દ્વારા જણાવામાં આવ્યું હતું કે ટેક્નિકલ કારણો સર અથવા કોઈક અન્ય પાવર ને લગતી સમસ્યા ના કારણે આવુ થઈ રહ્યું છે અને આમરા ગામમાં અન્ય પાણી માટે પણ બોર છે અને બીજી પણ વ્યવસ્થા છે જેનાથી અમે પાણી પોહચાડીયે છે તેમ જણાવ્યું હતું.. જોકે તે બાબતે DNSNEWS ચેનલ મા સમાચાર પ્રસિદ્ધ થયા બાદ રતનપોર ગામમાં પાણી ની મોટર નાંખી અને ગ્રામજનો ને પાણી પોંહચતું થઈ ગયું હતું…જે બાદ રતનપોર ગામના સરપંચ બીરબલ ભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ એ પાણી ચાલુ થઈ ગયું છે અને ગામને કોઈ પણ સમસ્યા નહીં પડવા દેવાની ખાત્રી આપી હતી… ત્યારે આ બાબતે પુરવઠા વિભાગ ના અધિકારીઓ એ પણ આ સમાચાર પ્રસિદ્ધ કરતા ની સાથેજ અમારા ચેનલ એડિટર ઈન ચીફ સાથે વાત કરતા તેઓ એ પણ આ બાબતે ધ્યાન દોરવા અને પાણી ને લાગતી સમસ્યા અંગે ના પ્રશ્નો જલ્દી થી જલ્દી નિરાકરણ લાવા માટે કહ્યું હતું…


Share to