૯ એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારોને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરિક્ષા મોફૂક રહી હતી અને હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરિક્ષા ૯ એપ્રિલે યોજાશે. જેને લઈ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવશે, તો વહિવટી તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવાની તૈયારી ચાલી રહી છે. એસટી નિગમ દ્વારા ઉમેદવારોને પરીક્ષાના દિવસે પોતાના વતનથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એસટી નિગમના એમડી એમ. એ. ગાંધીએ સમાચાર એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા ૯ એપ્રિલના યોજાશે. જેને લઈ બેઠક કરવામાં આવી હતી અને ઉમેદવારોને પોતાના કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાના સમય કરતાં ૨ કલાક ઉમેદવારોએ વહેલા પહોંચવાનું છે, ત્યારે વિદ્યાર્થીઓને સમયસર બસ મળી જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે તહેવારોમાં વધારાની બસ દોડતી હોય ત્યારે સવાયું ભાડું લેવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે ૧૦૦ રૂપિયા ભાડું હોય તો ૧૨૫ રૂ એકસ્ટ્રા બસનું ભાડું લેવામાં આવતું હોય છે. પરંતુ ઉમેદવારો માટે સામાન્ય ભાડું રાખવામાં આવ્યું છે. તેમજ કંટ્રોરૂમ બનાવવામાં આવશે. સાથે ડેપો અને હેડ ક્વાટર પર સિનિયર ઓફિસર ઉપસ્થિત રહેશે. ઉમેદવારો ઓનલાઈન ટિકિટ બુકીંગ કરાવી શકશે. બસ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી દે તેની ખાસ સૂચના આપવામાં આવી છે. પરંતુ ઉમેદવારોએ ટિકિટના પૈસા ચુકવા પડશે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નક્કી કરેલા ૨૫૪ રૂ. ઉમેદવારોના ખાતામાં જમા થનાર છે. મહિલા ઉમેદવારો પણ હશે અને મહિલા ઉમેદવાર સાથે પોતાના વાલીઓ પણ આવતા હોય છે, ત્યારે અપીલ કરવામાં આવી છે કે, મહિલાના વાલીઓને આવવાની જરૂર નથી. એસટી નિગમ વાલી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓનો ધસારો વધી જાય છે અને ભીડ થાય છે, ત્યારે વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. જેથી એસટી નિગમ દ્વારા બસ સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. એસટી નિગમની રોજ અંદાજે ૮ હજાર બસો ચાલે છે. આવામાં પ્રવાસીઓની અવરજવર રહેશે, ત્યારે ૯ એપ્રિલના મોટાભાગની બસ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવા માટે દોડાવવામાં આવશે. જાે એડવાન્સ બુકીંગ કરાવેલ છે અને બસ ફૂલ છે તો રદ કરવામાં આવશે નહીં. પરંતુ એકથી બે પેસેન્જનું બુકીંગ હશે તો બસ રદ કરીને તેને બીજી બસમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ઉમેદવારો માટે અંદાજે ૬ હજાર ૫૦૦ બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાવા માટે એસટી નિગમ સજ્જ બન્યું છે.


Share to