ઈકરામ મલેક:રાજપીપળા, નર્મદા
છેલ્લા 6 માસથી ગુમ પત્ની, અને બે દીકરાઓ ને શોધવા માટે એક પીતાની રઝળપાટ
####################
પત્ની પરતના આવે તો કાંઈ નહિ, પણ સાહેબ મારા બે દીકરાઓ પરત અપાવો” આ શબ્દો છે મૂળ ઉત્તર પ્રદેશના અને છેલ્લાં 5 વર્ષથી રાજપીપળા નજીક આવેલી ભારત સ્પીનિંગ મિલમાં વર્કર તરીકે કામ કરતા અશોકકુમાર રાઠોડ ના અશોકકુમાર રાઠોડ તેમની પત્ની અને બે પુત્રો સાથે પહેલા GSL મિલ તરીકે અને હવે ભારત સ્પીનિંગ મિલ તરીકે ઓળખાતી કંપની ની કોલોની મા રહી ને કામ કરતા હતા.
ત્યારે ગત 9 ઓક્ટોબર 2022 માં અચાનક એક દિવસ તેમની પત્ની તેમના બે સંતાનો 7 વર્ષીય કેશવ અને 4 વર્ષીય લવને લઈને પર પુરુષ સાથે પલાયન થઈ ગઈ હતી, ત્યારથી અશોક રાઠોર છેલ્લા 6 માસ થી પોતાની ફરિયાદ લઈ પોલીસ મથક ના ચક્કર કાપી રહયા છે, પરંતુ તેમની વાત કોઈ કોઈ સાંભળતું નથી તેની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવતી નથી, અશોકકુમાર રાઠોરનું કહેવું છે કે હું જ્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જાવ છું ત્યારે પોલીસ મથકના જવાબદાર પોલીસ અધિકારી દ્વારા તેની ફરિયાદ દાખલ કરવા માટે ના પાડવામાં આવે છે.
બીજી તરફ અશોકભાઈ આમલેથા ની જે સ્પીનિંગ મિલમાં કામ કરતા હતા ત્યાંથી તેમને કાઢી મુકવામાં આવ્યા છે, અશોકકુમારે આ બાબતે સામાવાળા શૈલેન્દ્રસિંહ વિશ્વનાથ સિંહ કાઢવે મૂળ રહેવાસી યુપી નાઓ સામે આમલીસા પોલીસ મથકમાં એક નવેમ્બર 2022 માં અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ની માંગ કરી હતી.
તેમણે આમલેથા પોલીસ મથકમાં 1/11/2022 ના આપેલ અરજીમાં કરેલા ઉલ્લેખ મુજબ ગત તારીખ 9 ઓક્ટોબર 2022 ના સવારના સાત વાગ્યે તેઓ કંપનીમાં કામ કરવા માટે જાય છે અને બપોરે 12 વાગ્યાના સુમારે જમવા માટે રૂમ ઉપર પરત આવે છે, તેઓ જ્યારે જમીને પરત કામે જાય છે અને સાંજે 7:00 વાગ્યે પરત આવે છે ત્યારે ઘરના દરવાજા પર તાળું મારેલું હતું. ત્યાર પછી તેમણે પોતાની પત્ની અને બંને બાળકોને શોધવા માંડ્યા હતા પરંતુ તેઓ મળી આવ્યા ન હતા ત્યારે તેજ કંપનીમાં કામ કરતા કેટલાક માણસો થકી તેમને જાણવા મળેલ કે તેમની પત્ની તથા બાળકોને નજીક મા રહેતા શૈલેન્દ્રસિંહ વિશ્વનાથસિંહ કાઢરે નાઓ ભગાડી ગયેલ છે.
આથી તેમણે કંપનીના સિક્યુરિટી મેનેજરને જાણ કરી કંપનીના CCTV કેમરા ચેક કરી પોતાને મદદ કરવા કહ્યું હતું, પરંતુ કંપનીના મેનેજમેન્ટ દ્વારા તેઓની મદદ કરવાની વાત દૂર રહી ઉલટાનું તેમનેજ નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યા છે.
હવે પત્ની પરત નહિ આવે તો કંઈ નહીં પણ મને મારા બે બાળકો પરત અપાવો એવી અરજ લઈને પીડિત વારંવાર પોલીસ મથક જાય પણ પોલીસ કહે છે કે UP જઈ ને ફરિયાદ કરો, UP જાય છે તો ત્યાંની પોલીસ કહે છે કે ઘટના જ્યાં બની છે ત્યાંના પોલીસ મથક મા ફરિયાદ આપો, આમ છેલ્લાં 5 મહિના થી ગુજરાત અને UP ના ધક્કા ખાતો આ માણસ હવે લગભગ નાસીપાસ થઈ ગયો છે, પોલીસ અને વ્યવસ્થા તંત્ર આવા ગરીબ અને સામન્ય માણસની વેદના કેમ સાંભળતું નથી? જો કાયદો અને ન્યાય બધા માટે સરખો છે, તો પછી અશોકકુમાર ને ન્યાય ક્યારે મળશે??
બોક્ષ
( આ મામલે દુરદર્શી ન્યુઝ ના પત્રકાર દ્વારા આમલેથા પોલીસ મથક ના પો.સ.ઈ ડી.આર.રાઠોડ ને ફોન ઉપર વિગત પૂછતાં તેમણે કહ્યું હતું કે આ અરજી ના કામે હાલ તપાસ ચાલુ છે)
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢના ભેંસાણ પોલીસ મથકમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરવાની ફરિયાદ નોંધાતા યુવતી સહિત યુવક ઝડપાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ