ખનીજ ચોરી ઝડપી પાડતું ઝઘડીયા તાલુકા વહીવટી તંત્ર*
*ગોવાલી ગામ નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદુષિત પાણી છોડતા હોવાની ફરિયાદ અન્વયે GPCB દ્નારા પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી*
*રાજપારડી ખાતે ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રકને અટકાયત લઈ સિઝ કરી*
ભરૂચ – મંગળવાર – જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે પાછલા એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા વહીવટીતંત્ર દ્નારા ડમલાઈ, ગોવાલી અને રાજપારડી એમ ત્રણ ગામોએ બિનઅધિકૃત ખનીજ ખનન કરતા ઈસમો સામે, પ્રદૂષિત પાણી છોડવાને મુદ્દે, તેમજ ગેરકાયદેસર રેતી વહન કરતા ઈસમો સામે તંત્ર દ્નારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભરૂચ જિલ્લા મામલતદાર ઝઘડીયા દ્નારા ઝઘડીયા તાલુકાના ડમલાઈ ગામે સર્વે નં. ૮૨,૧૦૧,૧૧૨ વાળી જમીનોમાંથી સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટરશ્રી ઝઘડીયાને જાણવાજોગ ફરીયાદ દાખલ કરવા જણાવેલ છે.
આ ઉપરાંત ઝધડીયા તાલુકાના ગોવાલી ગામ નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદુષિત પાણી છોડતા હોવાની ફરિયાદ અન્વયે તા. ૧૦ મી માર્ચના રોજ તપાસ અર્થે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્નારા પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખનીજની ચોરીને લગતી પ્રવૃતિઓ રોકવા માટે ઝઘડીયા મામલતદાર કચેરી દ્નારા રાજપારડી ગામેથી ગેરકાયદેસર રેતી વહન કરતા ટ્રક નં. GJ-16 Z- 9307 ને અટકાયતમાં લઈ સિઝ કરી પોલીસ ઈન્સપેક્ટર રાજપારડીને સોંપવામાં આવેલ છે.
Khabar Ek dum Sachi
More Stories
ભરૂચના આંબેડકર ભવન ખાતે સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઇનીશીયેટીવના વિષય પર વર્કશોપ યોજાયો
છેલ્લા પંદર (૧૫) વર્ષથી ધાડ તથા આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદા ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.
જૂનાગઢ પોલીસ તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ સોનાની વિંટી,મોબાઇલ ફોન બેગ, અગત્યના સામાનની થેલી, રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ્સનું બેગ કુલ કિંમત રૂ. ૭૦,૮૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ