નર્મદા – 29-03-2023
મનસુખભાઇ વસાવા એ સોશ્યિલ મીડિયા ના માધ્યમ દ્વારા ચૈતર વસાવાને
કહ્યું કે સી.આર.પાટીલ
ને જે પત્ર લખ્યો છે તે મે નથી લખ્યો
તમે છોટુભાઈ વસાવા તથા મહેશભાઈ વસાવા ને પીઠ પાછળ ખંજર ભોંખ્યું છે. ::મનસુખ વસાવા
આ બાબતે મેં મિડિયા સમક્ષ તથા અનેક લોકો સમક્ષ ખુલાસો કર્યો છે. જે પત્ર જીલ્લામાં આ ક્ષેત્રે કામ કરનાર નારાજ લોકોએ લખ્યો હશે એવું મારું માનવુ છે. આ પ્રશ્ન બાબતે ૧૮ માર્ચ ના રોજ જીલ્લા સંકલનની બેઠક પહેલા મુખ્ય અધિકારીઓ સાથે પણ
મનસુખ વસાવા ની ચર્ચા થઈ હતી તથા જીલ્લા સંકલનની બેઠક પૂર્ણ થયા
બાદ જીલ્લા પંચાયતના પ્રમુખ
પર્યુષાબેન
વસાવાની સાથે આ પત્ર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. છતાં પણ આ પ્રશ્ન ને
ચેત્રર વસાવા જાણી જોઈને નકારાત્મક પ્રસિધ્ધિ મેળવા વેગ આપી રહ્યા
છે આ પત્ર માં
ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ના પણ નામ છે. હું શું કામ પત્ર લખુ? આ પત્ર મૈં નથી લખ્યો અને એમાં પત્ર માં મારી સહી પણ નથી
એમ મનસુખ વસાવા નું કેહવું હતું..
ડેડીયાપાડા તાલુકામાં કામ કરતી કૃષ્ણા એજન્સી તથા ધર્મેન્દ્ર એજન્સી તથા આર.સી.બોરવેલ આ ઉપરાંત તમારી સાથે જોડાયેલ લોકોએ કયાં કયાં કામો કઈ એજન્સીના અંડરમાં રહીને કર્યા છે? તેની પણ તપાસ કરાવો,
ચૈતર વસાવાને મનસુખ વસાવા જવાબ આપતા કહ્યું કે મનરેગા યોજના હોય કે કોઈપણ પ્રકારના બાંધકામના કામો હોય, રોડ રસ્તા સહિતના તમામ બધા જ કામોમાં ગુણવત્તા જળવાય, સરકારી નાણાનો સદઉપયોગ થાય એના માટે જિલ્લા દીશા બેઠક કે જિલ્લા સંકલન બેઠકમાં મેં સતત જિલ્લાના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરતો આવ્યો છું. કોઈ કોન્ટ્રાક્ટર કે એજન્સીનો બચાવ કરતો નથી. હા મેં એટલું ચોક્કસ અધિકારીઓને ધ્યાન દોર્યું છે કે, મંજુર થયેલા જે તે એજન્સી પાસે કામો છે તે સમય મર્યાદામાં પુરા કરવા જોઈએ, મનરેગા જેવી યોજનાથી ગરીબોને રોજગારી મળવી જોઈએ, તેવો મે સતત અધિકારીઓ પાસે આગ્રહ રાખ્યો છે. જે જિલ્લાના ગરીબોના હિત માટેનું કામ છે. વિવિધ સરકારી યોજનાઓ ના કામો કોના સમર્થકો, કોના સગાઓ કરે છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે દિવાળી કે હોળી કરવા અથવા તો પોતાના અંગત ખર્ચ માટે કોણ કોણ હપ્તાઓ ઉઘરાવે છે? અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને દમદાટી કોણ આપે છે? તેની તપાસ નિષ્પક્ષ રીતે કમિટી બનાવી તપાસ કરવી જોઈએ. મારા સંબંધી કે મારા સમર્થકો આ કાર્યમાં નથી અને જે કરતા હશે તે સરકારના નિયમ પ્રમાણે કરતા હશે. કોઈની સાથે દાદાગીરી કે દમદાટી આપતા નથી. શ્રી ચૈતર વસાવા ને હું પૂછું છું તમે એક મહિના પહેલા વન વિભાગના ડેડીયાપાડા ના એક કાર્યક્રમમાં એક કરોડ રૂપિયા ચા – પાણી માટે ખર્ચ કર્યાનો ખોટો આક્ષેપ વન વિભાગ પર મૂક્યો હતો તમે જે તપાસ માંગી છે તેનું શું થયું ? તેનો જવાબ આપો. ડેડીયાપાડા તાલુકામાં કામ કરતી કૃષ્ણા એજન્સી તથા ધર્મેન્દ્ર એજન્સી તથા આર.સી.બોરવેલ આ ઉપરાંત તમારી સાથે જોડાયેલ લોકોએ કયાં કયાં કામો કઈ એજન્સીના અંડરમાં રહીને કર્યા છે? તેની પણ તપાસ કરાવો, અને તે કામોની હાલત આજે શું છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચૈતરભાઈ વસાવા ને મનસુખભાઇ વસાવા એ કહ્યું હતું કે જે પણ બોલું છું તે અથવા જ્યાં સરકારમાં રજૂઆત કરું છું તે પ્રજાના હિતમાં અને જિલ્લાના હિતમાં બોલું છું અને રજૂઆત કરું છું. હું બીજા લોકોની જેમ કામોમાં તપાસ માંગી તોડ પાણી નથી કરતો. કોઈ એજન્સી માટે જિલ્લામાં રજૂઆત કરી છે તો તેને નિયમ પ્રમાણે મળેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા મે અધિકારીઓને ધ્યાન દોર્યું છે. ગરીબોને મનરેગા જેવી યોજનામાં સમયસર રોજગારી મળે તે માટે ચિંતા કરી છે, તે મારી ફરજમાં આવે છે. આક્ષેપો કરવા એ જુદી વાત છે અને વાસ્તવિકતા જુદી છે. તમારા સિવાય નર્મદા કે ભરૂચ જિલ્લામાં કોઈએ મારા પર આવો આક્ષેપ મૂક્યો નથી. મારા કરેલા કામોના આધારે હું લોકસભામાં ચૂંટાઈને જાવ છું. આખરી નિર્ણય કરવાનો અધિકાર જનતા પાસે હોય છે અને છ ટર્મ થી જનતાના આશીર્વાદ મળી રહ્યા છે. હું મારી પાર્ટીને વફાદાર છું એ બધું પાર્ટી પણ જાણે છે, પ્રજા પણ જાણે છે. હું તમારી જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાવાળો નથી. જેમ તમે શ્રી છોટુભાઈ વસાવા તથા શ્રી મહેશભાઈ વસાવા ને પીઠ પાછળ ખંજર ભોંખ્યું છે. તમારે જેટલા આક્ષેપ કરવા હોય તે કરો મને કોઈ ફરક પડવાનો નથી. સત્તા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરતા નથી.
ત્યારે આદિવાસી વિસ્તાર માં બે નેતાઓ વચ્ચે વિકાસના કામો માં ગેરરીતી અને એકબીજા પર શાબ્દિક આક્ષેપો હવે સોશ્યિલ મીડિયા અને મીડિયા માં વાયરલ થતા જાણે કોઈ કવીઝ કોમ્પિટિશન ચાલી રહ્યું હોઈ તેમ હાલ જનતાને લાગી રહ્યું છે અને આ બાબતે જનતા પણ ચૂપચાપ બધો તમાશો જોઈ રહી છે ત્યારે આ વિવાદનો અંત શુ રંગ લાવશે કે કેમ તે જોવાનું રહ્યું…
#DNSNEWS
નોંધ :::સોશ્યિલ મીડિયા માં પ્રસારિત્ત કરેલ પોસ્ટ ના આધારે…સમાચાર પ્રસારીત કરેલ છે…
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો