November 21, 2024

ઝગડીયા તાલુકામા કેટલાય વર્ષોથી સરકારી આવાસો માત્ર કાગળ ઉપર હોઈ તેમ લાગી રહ્યું છે….

Share to

આર્થિક રીતે પછાત લોકો માટે ની આવાસ યોજના ગોકળ ગતિ એ ચાલતી હોઈ તેવી લોક બુમ..

કેટલાય ગામોમા કેટલાય વર્ષો થી એક પણ આવાસ બની નથી..

કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવા અને જૂના મકાનની મરામત માટે આર્થિક સહાય પૂરી પાડે છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ઝગડીયા તાલુકામાં કેટલાય ગામો મા હજુ પણ લોકો કાચા મકાન મા રહે છે જેમાં આર્થિક રીતે પછાત તેમજ વિધવા નિરાધાર લોકો માટે પણ આ યોજના અંતર્ગત આવાસ મળતા હોઈ છે પરંતુ વાત કરવામાં આવે તો ઝગડીયા તાલુકા પંચાયત થકી સાલ 2020 મા તાલુકા પંચાયત વતી ટપાલ મોકલવામા આવ્યા હતા જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમારું નામ સરકારી આવાસ ની પ્રતીક્ષા યાદી મા નામ સમાવેશ કરવામા આવ્યું હોવાનું કહી સમગ્ર તાલુકાના ગામોના લાભાર્થીઓ જેઓ ની પાસેથી આધારકાર્ડ, બેંક પાસબુક ની ઝેરોક્ષ ફોટા જેવા અન્ય પુરાવા ની નકલ દરેક ગામો ના સરપંચ તેમજ તલાટી કમમંત્રી ને આપવા જાણવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓ દ્વારા આ પુરાવા રજુ કરી આપવામાં આવ્યા હતા પરંતુ તે બાબતે પણ બે થી વધુ વર્ષ નો સમય વીતવા છતાં કેટલાય લાભાર્થીઓ ના આવાસ ના આવતા જે બાબતે જાણે સરકારે પ્રજા ને લોલીપોપ આપી દીધો હોઈ તેવી જાણ થતા હાલતો લોકોમા છૂપો રોશ જોવા મળી રહ્યો છે..

તો અમુક ગ્રામપંચાયતો અને કેટલાક અધિકારીઓ અને અમુક એજન્ટ દ્વારા આવાસ ના પુરાવા સાથે અમુક રકમ પણ લેવામાં આવી હોવાની લોક મુખે ચર્ચાઓ એ જોર પકડ્યું હતું તો બીજી તરફ કચેરીમાં જો સેટિંગ કરાવું હોઈ તે બાબતે પણ લાભાર્થીઓ પાસે મોટી રકમ પણ વસુલવાની લોકબુમ ઉઠવાપામી હતી..
ત્યારે 2024 મા સરકાર દ્વારા ભારત વર્ષ મા પાકા પ્રધાનમંત્રી આવાસ ની યોજના અંતર્ગત ઝગડીયા મા ગણ્યા ગાંઠિયા આવાસ મંજુર થતા અને તેમાં પણ અધિકારીઓ,કોન્ટ્રાકટરો, ની મીલીભગત થી માનીતા પંચાયત ના લોકોની આવાસ મંજુર કરતા લોકો છેતરાય ગયા હોઈ તેમ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે..

જેમાં વાત કરવામાં આવે તો તો લોકો આ બાબતે આયોજન અધિકારી, તાલુકા વિકાસ અધિકારી,ઝગડીયા તાલુકા પંચાયત ને પણ લેખિત અરજી કરી હોઈ પરંતુ આ બાબતે કોઈપણ વિભાગ કે સરકારી બાબુ દ્વારા તે અરજી નો કોઈ પણ જવાબ અરજકરતા ને આપવાની જેહમત ઉઠાવી નથી તેમ જાણવા મળી રહ્યું છે …

તો શુ પોતાના ઘર ની અપેક્ષા કરતા ગરીબ પરિવારો ને ઝેરોક્ષ ફોટા તથા અન્ય પુરાવા ના રૂપીયા ખર્ચાવી અને રોજ લાવી રોજ ખાનારા લોકોનો સમય અને રોજ મજૂરી બગાડતા પોતાના હક થી વંચિત રાખતા સરકારી બાબુઓ પાસે આ બાબતે કોઈ ઉપલા અધિકારીઓ સંજ્ઞાન લેશે ખરા ?

અને ઝગડીયા તાલુકામાં છેલ્લા 10 વર્ષ મા સરકારી આવાસ કેટલી સંખ્યા મા અને કેટલા લાભાર્થીઓ ને મળ્યા અને શુ આવાસ બાબતે કેરેલ કેટલી અરજીઓ આવી અને તેનો જવાબ લાગતા વળગતા તંત્ર દ્વારા લાભાર્થીઓને અપાશે ખરો…?


Share to

You may have missed