November 22, 2024
Share to

ઝગડીયા તાલુકામાં પ્રેમ પ્રકરણ ગંભીર સ્વરૂપ લીધું..

ઝઘડીયા તાલુકાના એક ગામમાં હિન્દુ યુવક તથા અન્ય ગામની લઘુમતી સમાજની યુવતી વચ્ચેના પ્રેમ પ્રકરણ બાદ બંને ઘરેથી ભાગી જતા મામલો ગંભીર બન્યો હતો..

લઘુમતી સમાજના ટોળાએ હિંદુ યુવકના ઘરમાં ઘૂસી પરિવારના સભ્યોને માર મારી યુવકના પિતા તથા તેના ભાઈને ઉઠાવી જઈ માર માર્યો હતો યુવકના પિતાને બચાવવા જનાર રાજપારડી પોલીસ પર લઘુમતી સમાજના ટોળાએ હુમલો કરતા પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા..

આ અંગેની વિગત એવી છે કે ઝઘડિયા તાલુકાના એક ગામની લઘુમતી સમાજ ની યુવતી તથા અન્ય ગામનો હિન્દુ સમાજનો યુવક એકબીજાના પ્રેમ સંબંધમાં હોય તેવો આજે સવારે ઘરેથી ભાગી ગયા હતા જેની જાણ બંને પરિવારોને થઈ હતી જેથી લઘુમતી સમાજના ટોળાએ હિંદુ યુવકના પરિવારના ઘરે જઈ તેમની સાથે બોલાચારી કરી તેમની સાથે મારામારી કરી ઘરમાં તોડફોડ કરી હતી. વાત એટલેથી નહીં અટકતા યુવક પિતા તથા તેના ભાઈને તેઓ તેમના ઘરેથી જબરજસ્તી લઈ ગયા હતા. આ ઘટનાની જાણ રાજપારડી પોલીસને થતા રાજપારડી પોલીસ દ્વારા યુવકના પિતા તથા તેના ભાઈને છોડાવવા માટે યુવતીના ઘરે પહોંચી ત્યારે લઘુમતી સમાજના ટોળાએ રાજપારડી પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો અને તેઓને ઈજા પહોંચાડી હતી વધુ પોલીસ બોલાવતા મામલો થાડે પડ્યો હતો અને યુવકના પિતા તથા તેના ભાઈને છોડાવી રાજપારડી પોલીસ મથકે લઈ ગયા હતા. બાદમાં ઉશ્કેરાયેલા લઘુમતી સમાજના ટોળાએ રાજપારડી પોલીસ ખાતે પણ હલ્લાબોલ કર્યો હતો. ઘટનાની જાણ વાયુ વેગે પોલીસ અમલમાં પ્રસરતા ડીએસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. યુવક અને યુવતી ને શોધી લાવી તેમને તેમના પરિવારને પરત સોંપવાની ખાતરી પોલીસ દ્વારા આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ આ લખાય છે ત્યાં સુધી હજી સુધી પોલીસ પર હુમલા ની કોઈ ફરિયાદ નોંધાવી નથી…

રિપોર્ટર – સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to