November 21, 2024

જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા સાહેબ દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદનો મજબૂત સેતુ રચાય તેમાટેશહેરના વ્યાપારી આગેવાનો તેમજ કેળવણીકારો અને દીકરીઓને માર્ગદર્શન આપ્યું ….

Share to





જૂનાગઢ માં ચેમ્બરના પ્રમુખ અને વિનય ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનને મળ્યા* •••• જૂનાગઢ રેન્જ આઈજીએ આગેવાનો સાથે સંવાદસેતુ બનાવ્યો* જોષીપરા સ્થિત ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે મૂલાકાત લઈ દીકરીઓને માર્ગદર્શન આપ્યું …. વિજયભાઈ દોમડિયા ,જે.કે.ઠેસિયા , જયંતીભાઈ વઘાસિયા અને હરસુખભાઈ વઘાસિયા સાથે વાર્તાલાપ કર્યો* —–

-પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદનો મજબૂત સેતુ રચાય તેવા આશય સાથે જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ શહેરના સેવાભાવી અને વ્યાપારી આગેવાનો તથા કેળવણીકારો સાથે મૂલાકાત કરીને ચર્ચા – વિચારણા કરી હતી..જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વિનય ઈન્ડસ્ટ્રીઝ લી.ના ચેરમેન વિજય દોમડિયાને મળીને વેપારી આલમ અંગે ચર્ચા કરી હતી .. તેમણે આઈજીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું …આ પ્રસંગે રમેશભાઈ દોમડીયા મજેવડીના સરપંચ સુનિલભાઈ પોકિયા, રાજેશભાઈ કાકડિયા , ઋષિકભાઈ ઠુંમર , કંપની સેક્રેટરી જીજ્ઞેશભાઈ બુટાણી ભાવિનભાઈ બોરીસારીયા વગેરે હાજર રહ્યા હતા ..આ ઉપરાંત સમાજસેવક અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાએ પણ મૂલાકાત કરી સમાજસેવાના વિવિધ પાસાઓ સમક્ષ રજૂ કર્યા હતા . ત્યાર બાદ આઈજીએ જોષીપરા સ્થિત ડો.હરિભાઈ ગોધાણી શૈક્ષણિક સંકુલની મૂલાકાત લઈને અહીં અભ્યાસ કરતી દીકરીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો . આ પ્રસંગે સંસ્થાના મેને.ટ્રસ્ટી જે.કે.ઠેસિયા , સરદારધામના ટ્રસ્ટી જયંતીભાઈ વઘાસિયા વગેરેએ મોમેન્ટો અર્પણ કરીને રેન્જ આઈજીનું સ્વાગત કર્યું હતું . આગેવાનો સાથેની આ મૂલાકાત બદલ સમાજસેવક હરસુખભાઈ વઘાસિયા દ્વારા આઈજી મયંકસિંહનો આભાર માનવામાં આવ્યો હતો …

મહેશ. કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed