તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ ખાતે હાલ પાણીની ટાંકીનુ કામ ચાલી રહ્યું છે. આ કામ માં પંચમહાલ જિલ્લા તરફ નુ એક શ્રમજીવી પરિવાર કામ કરી રહયુ છે. આ પરિવારમાં એક એક મહિલા ગર્ભવતી હતી, ગર્ભવતી શ્રમજીવી અન્નુંબેન કાલીયાભાઈ ભેડા ને કામ દરમિયાન અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી.
દરમિયાન તરત જ 108 નંબર ડાયલ કરી મદદ માંગવામાં આવી હતી. જેને લઈ ઉમલ્લા 108 ઈ એમ ટી રવી પુરોહિત અને પાયલોટ નિર્મલભાઈ તુરંત ઘટના સ્થળ રાયસીંગપુરા ગામ ખાતે પહોંચી ગયા હતા. બાદમાં આ સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા વધી જતા ઈએમટી એ ઈઆરસીપી તબીબની સલાહ મુજબ સગર્ભા મહિલાને ઓક્સિજન પુરો પાડી તેઓને સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી હતી. અન્નબેને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. સફળ પ્રસુતિ બાદ મહિલા તથા બાળકને ઉમલ્લા સરકારી હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેને વધુ સારવાર માટે રાખવામાં આવી છે. શ્રમજીવી પરિવારજનોએ 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર /- સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો