માંડવી નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી મિલકત વેરા વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં મિલકત વેરો નહીં ભરનાર મિલકત ધારકો પર પાલિકાના ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૧૨ મિલકતો ના નળ જોડાણ કાપવામાં આવ્યા છે. જ્યારે ૩ દુકાનોને સીલ કરવામાં આવી છે. જેમાં છેલ્લો બે દિવસથી વસૂલાતની કામગીરી હાથ ધરાતા રૂપિયા ૪લાખ ની વસુલાતકરવામાં આવી છે પાલિકા દ્વારા રજાના દિવસોમાં પણ નગરપાલિકા ખુલી રહેશે જેથી વેરા વસુલાત નીકામગીરી હાથ ધરાશે. ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલે જણાવ્યું હતું કે, તારીખ 31. 3. 2023 સુધીમાં મિલકત વેરો નાગરિકોએ ભરી જવા અપીલ પણ કરવામાં આવી હતી જેથી સર્વેનગર જનો વિકાસ કાર્યોમાં સહભાગી બની શકે.
રિપોર્ટર…નિકુંજ ચૌધરી,માંડવી સુરત
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.