November 22, 2024

પુલવામા શહીદોની પત્નીઓએ ઈચ્છામૃત્યુ માગ્યા, કહ્યું- અમને ગોળી મારી દો

Share to


(ડી.એન.એસ)જયપુર,તા.૦૫
જમ્મુ કાશ્મીરના પુલવામાં ૨૦૧૯માં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના ત્રણ જવાનોની વીરાંગનાઓ સાથે ભાજપના સાંસદ કિરોડીલાલ મીણા છેલ્લા ૫ દિવસથી ધરણા પર બેઠેલા છે. જ્યાં રાજ્યપાલને આવેદન આપવા જતાં શનિવારે વીરાંગનાઓ મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા માટે મુખ્યમંત્રી આવાસે પહોંચી હતી. તો વળી આ દરમિયાન પોલીસ સાથે ધક્કામુકી થઈ હતી, જેમાં શહીદ રોહિતાશ્વ લાંબાની પત્ની વીરાંગના મંજૂ જાટ ઘાયલ થઈ ગઈ હતી. જેને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. તો વળી કિરોડીલાલ મીણાએ શનિવારે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ દાવો કર્યો કે, શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની વીરાંગનાઓને રાજસ્થાન સરકાર તરફથી કરેલા વાયદાઓ પુરા નથી કર્યા, તેથી તેમણે રાજ્યપાલ કલરાજ મિશ્ર પાસેથી ઈચ્છામૃત્યુની માગ કરી છે. આ દરમિયાન શહીદોની વીરાંગનાઓએ કહ્યું કે, તેમના પતિઓએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા અને રાજ્ય સરાકર તેમની શહાદતના સન્માનમાં કરેલી ઘોષણાએ પુરા કરી શકતી નથી અને તેના પરિવારોને અપમાનિત કરી રહી છે. તો વળી રાજ્યપાલને આવેદન આપ્યા બાદ વીરાંગનાઓએ મુખ્યમંત્રી આવાસ તરફ જતી વખતે પોલીસ સાથે ઘર્ષણ થયા હતા. આપને જણાવી દઈએ કે, ભાજપ સાંસદ કિરોડીલાલ મીણા છેલ્લા કેટલાક દિવસથી શહીદોના પરિજનો સાથે જયપુરમાં ધરણા પર બેઠા છે, જ્યાં શનિવારે તેઓ શહીદોની વિધવાઓ સાથે રાજ્યપાલને એક આવેદન સોંપવા માટે રાજભવન ગયા હતા. જ્યાં રાજભવનથી બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરતી વખતે પોલીસે તેમને રોકી લીધા હતા, જે બાદ સાંસદે કહ્યું કે, શનિવારે ત્રણ વીરાંગનાઓ સાથએ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળ્યા બાદ મુખ્યમંત્રી આવાસ તરફ જતી વેળાએ પોલીસે તેમની સાથે અભદ્રતા કરી હતી.


Share to