ઈકરામ મલેક:રાજપીપળા
કોરોના ગયો છતાં રાજપીપળા વાસીઓ માસ્ક પહેરવાનું કેમ છોડતા નથી?? એવું બહાર ના લોકો સતત અવલોકન કરી રહ્યા હતા, ત્યારે એના પાછળનું રહસ્ય હવે સામે આવ્યું છે. કારણ કઈંક એવું છે કે….રાજપીપળામા કોરોના કાળ માંજ શરૂ થયેલી ફોર લેન માર્ગની કામગીરી છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતી આવી છે, ત્યાર બાદ ઘર વપરાશ ની ગેસ લાઈન અને ભૂગર્ભ ગટર યોજના એ ઉપડો લેતા નગરના સ્ટેશન રોડ સહિત આખા નગર મા વિકાસ નું ચક્રવાત ફરી વળતા ચારે બાજુ ધૂળ, કાદવ અને કાંકરા છવાઈ ગયા છે, ત્યારે નગરજનો પોતાની નાક મા હવે ધૂળ ના ઘુસી જાય એ માટે માસ્ક પહેરી રાખે છે.
છેલ્લા ત્રણ વર્ષ થી નગરજનો ફોર લેન માર્ગ, ભૂગર્ભ ગટર યોજના અને ઘર વપરાશ ની ગેસ લાઈન ના ખોદકામ ને કારણે ઉદભવતી હાલાકી ભરી પરિસ્થિતિ ને ચૂપ છાપ સહન કરી રહ્યા છે..ગત વર્ષે આખું ચોમાસુ કાદવ કીચડ મા પસાર કર્યા બાદ હવે ફરીથી ભૂગર્ભ ગટર ની ખોડકમ કામગીરી નગર ના મધ્ય મા આવી પહોંચતા સ્ટેશન રોડ ના દુકાનદારો ની દુકાનો મા ધૂળ ની ડમરીઓ ફરી વળતા આખી દુકાનો ધૂળ મયી બની ગઈ છે…
સૌથી વધુ કફોડી સ્થિતિ ખાણી પીણી ની ચીજ વસ્તુઓ નું વેચાણ કરતા દુકાનદારો ની છે, તેમણે ફરજીયાત પોતાની દુકાન આગળ પ્લાસ્ટિક ના લટકણીયા લટકાવવાનો ખર્ચ કરવો પડ્યો છે. એ સિવાય પણ સ્ટેશન રોડ ના તમામ દુકાનદારો રોજે રોજ ઊડતી ધૂળ થી પરેશાન છે, પણ તેઓ ની સહન શક્તિ અદભુત છે. અને એની સામે શાસકો પણ બિન્દાસ્ત બન્યા છે.
More Stories
જૂનાગઢના વિસાવદર તાલુકાના કાલસારી ગામની શ્રી સરદાર પટેલ વિદ્યામંદિરમાં શૈક્ષણિક સ્નેહ મિલન સમારોહ યોજાયો
ઝગડીયા ના સારસા ગામની મઘુમતી ખાડીના નદી કનારે ખુલ્લી જગ્યામા જુગાર રમતા સાત આરોપીને કુલ. ૩૦,૦૬૦/- રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ…
જુનાગઢના પ્રવાસન સ્થળ ઉપરકોટ વિસ્તારમાં સરકારી જમીન ઊપર ગેરકાયદેસર પાર્કીંગ કરીને લોકો પાસે પાર્કીંગના નાણા ઉઘરાવતા ઠગને જૂનાગઢ પોલીસે દબોચ્યો