November 21, 2024

ઝઘડિયા ના રતનપુર ખાતે તારીખ 01-02-23 ના રોજ યુવક ઉપર હુમલા બાબતે પરીવારજનો નો પોલીસની કામગીરી ઉપર આક્ષેપ…

Share to

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના રાતનપોર ગામે યુવક ઉપર ચપ્યુ ના ઘા કરનાર સામે કોઈ કર્યવાહી ના કરતાં રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે તેઓના પરીવારજનો દ્વારા પોલીસ ઉપર કાર્યવાહી ના કરવાના આક્ષેપ કરાયા હતા..

પરીવારજનો ના કેહવા મુજબ હુમલો કરનાર આરોપીઓ કેટલા દિવસોથી ગામમાં જ ફરે છે અને તેઓને ધમકીઓ આપે છે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હુમલા ને કેટલા દિવસો વીતવા છતાં રાજપારડી પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી..

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલા દિવસ અગાઉ ઝઘડિયા તાલુકાના રતનપુર ખાતે રહેતા 21 વર્ષીય યુવક આસિફ પર ગત તારીખ 1 -2- 2023 ના રોજ અસલમ નામના ઇસમે ચપ્પુથી હુમલો કરીને બરડા તેમજ કુખના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા..અને તેની સાથે રહેલ અન્ય ઇસ્મે પણ તેની મદદ કરી હતી…
ગમ્ભીર રીતે ઇજાગ્રસ્ત થતા આસિફ ને ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી..અને જે બાબતે ઈજાગ્રસ્ત થયેલ આસિફ ના પિતા હૈદરભાઈ મલેકે ભરૂચ જિલ્લા પોલીસ વળાને લેખિતમાં રજૂઆત પણ કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના કરાતા આજરોજ પરિવારજનો દ્વારા રાજપારડી પોલીસ સ્ટેશન ના પી.એસઆઇ ને રજૂઆત કરવા આવ્યા હતા.. પરંતુ ત્યાં ઘણા કેટલા દિવસો ચક્કર કાપતા પણ કોઈ જવાબ ના મળતા પરિવારજનોએ મીડિયાનો સહારો લીધો હતો પરિવારજનો એ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે કેટલાય દિવસો થી હુમલો કરનાર આરોપીઓ ભરૂચમાં ખુલ્લેઆમ ફરે છે અને અમોને ધમકી આપે છે જેથી કરી તેઓને પોલીસ દ્વારા તાકીદે પકડી અને તેઓને જલ્દી ન્યાય આપે તેવી માંગ કરી હતી.. ત્યારે બીજી તરફ રાજપારડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી આઈ રાઠોડ / ને અમારા પત્રકાર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓ દ્વારા જણવામાં આવ્યું હતું કે હિ્યુમ્ન ઇન્ટેલીજન્સ દ્વારા અને બીજા ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા પણ તેઓ ની શોધખોર હાલ ચાલુ છે અને તેઓ ને પોલીના માણસો દ્વારા વહેલી તકે ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને પીડિત પરીવાર ને પણ પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવી રહ્યું છે..ત્તયારે હવે એ જોવું રહ્યું કે આ બાબતે ક્યારે હુમલો કરનાર પોલીસ પકડમા આવે છે અને પીડિત પરીવાર ને ન્યાય મળે છે કે નહીં

રિપોર્ટ / સતીશ વસાવા, ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed