ઝઘડિયા પોલીસે અંકલેશ્વર – રાજપીપળા – કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પરથી બે ઇસમોને ઝડપી પાડયા હતા. ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એચ. વસાવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. આર. વસાવા સ્ટાફના માણસો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર વાહન ચેકીંગમાં હતા. દરમિયાન ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઇ – ગુજકોપ અંતર્ગત આપેલા મોબાઇલ પોકેટકોપમાં વાહન સર્ચ કરતા હતા.
દરમિયાન એક મોટરસાયકલ નંબર જીજે – ૦૫ – એન એચ – ૧૬૩૯ ઉપર બે ઇસમો અંકલેશ્વર તરફથી ઝઘડિયા તરફ આવી રહ્યા હતા. બન્ને ઇસમો મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેઓને રોકી RTO ને લગતા કાગળો માંગતા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી સદર મોટરસાયકલ બન્ને ઈસમોએ ચોરી અથવા છળકપટ થી મેળવી હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું.
જેથી પોલીસે મોટરસાયકલ સર્ચ કરતા મોટરસાયકલ માલિકનું નામ નિલેશ જગદીશ પટેલ રહે. અંબેઠા તા. ઓલપાડ જિ. સુરત જણાઈ આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા પકડાયેલા
ચેતનભાઇ નાથુભાઈ સંગાડા
ગામ દેવકા તાલુકો થાંદલા જીલ્લો જામ્બુવા
પરેશભાઈ ચેતનભાઇ સંગાડા ગામ દેવકા તાલુકો થાંદલા જીલ્લો જામ્બુવા મધ્યપ્રદેશ
નાઓ પાસેથી ચલણી નોટોના સિક્કા રૂપિયા ૭,૦૬૦, ચાંદી જેવી સફેદ વસ્તુ કિંમત રૂપિયા ૨,૨૦૦, મોબાઇલ છ કિંમત રૂપિયા ૧૬,૫૦૦, ત્રિકમ કિંમત રૂપિયા ૨૦૦ તેમજ મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪૫,૭૬૦ નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બન્ને ઇસમો વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી…
રિપોર્ટર:-કાદર ખત્રી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો