ઝગડીયા -09-02-2023
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે કન્યા શાળા ખાતે તારીખ ૧૨ ફેબ્રુઆરીને રવિવારના રોજ આયુષ મેળો યોજાનાર છે
નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લા પંચાયતની આયુષ શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આયુષ મેળામાં આવેલ દર્દીઓનું નિદાન કરીને આયુર્વેદ અને હોમિયોપેથિક પ્રધ્ધતિથી મફર સારવાર આપવામાં આવશે. આ નિદાન તેમજ સારવાર કેમ્પનો લાભ લેવા જરુરવાળા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવાયા મુજબ અને સ્નાયુના રોગથી પીડિત દર્દીઓને તુરંત લાભદાયક પંચકર્મથી સારવાર આપવામાં આવશે. આયોજિત કેમ્પમાં ડાયાબિટીસ ગેસ અપચો કબજિયાત શ્વાસ કફ દાદર ખરજવું ચરબીની ગાંઠ સોરાયસીસ ચામડીના રોગ જેવી વિવિધ બિમારીઓવાળા દર્દીઓને તપાસીને સલાહ તેમજ સારવાર અપાશે.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી