November 21, 2024

રાજપારડી ખાતે નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત પાણીની ટાંકીનું ધારાસભ્યના હસ્તે ખાત મુર્હૂત કરવામાં આવ્યું…

Share to

ઝગડીયા -09-02-2023

વાસ્મો યોજના અંતર્ગત બે લાખ લીટરની ક્ષમતાની પાણીની ટાકીનું ખાત મુર્હૂત



ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી કબીરમંદિર પાસે જળ એ જ જીવન મિશન કાર્યક્રમ ગ્રામ્ય પાણી પુરવઠા વાસ્મો યોજના અંતર્ગત બે લાખ લીટરની ક્ષમતાની પાણીની ટાકીનું ખાત મુર્હૂત ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ ભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જળ એ માનવીની પ્રાથમિક સુવિધા છે. જળ વિના માનવ જીવન શક્ય નથી. સરકાર દ્વારા લોકોની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા કટિબદ્ધ હોય છે.

જે અંતર્ગત છેવાડાના ગામોમાં પણ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સરળતાથી પાણી મળી રહે એ માટે આયોજન કરવામાં આવે છે. પાણીની ટાંકી બનતા રાજપારડીની જનતાને પાણીનો લાભ પ્રાપ્ત થશે આ ક્ર્યક્રમ મા રાજપારડી ગામ ના સરપંચ કાલીદાશ વસાવા, ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ,ન્યયા સમિતિ અધ્યક્ષ જયેન્દ્ર ભાઈ ,નિલેશ સોલંકી રાજપારડી ગામ ના તલાટી રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત ના સભ્યો ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર – સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed