જૂનાગઢ શહેરમાં બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા અને કમ્પ્યુટર શાખાના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિમલકુમાર ધનજીભાઈ ભાયાણીને તાજેતરમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાના હસ્તે સન્માન કરાયું અને ઇ-કોપ એવોર્ડ એનાયત થયો છે
. આ પોલીસકર્મી દ્વારા તેમના વિસ્તારમાં વાહન ચોરીના અનેક કેસ ઉકેલી કાઢતા સારી કામગીરી બદલ બન્ને કોન્સ્ટેબલ નું સન્માન કરવામાં આવ્યું હતું.
પોકેટ કોપની વાહન સર્ચ અને આરોપી સર્ચ એપ્લીકેશનનો ઉપયોગ કરી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની વાહન ચોરીના 6 ગુન્હા ડિટેકશન કર્યું અને તેમાં 7 મોટરસાયકલ રીકવર કરી આરોપીઓની ધરપકડ કરી તેમજ 145 લાખનો મુદ્દામાલ રીકવર કરી આધુનિક ટેકનીકના માધ્યમથી ગુન્હ ઉકેલવામાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ઇ-કોપ એવોર્ડ મળ્યો છે.
ગુજરાત પોલીસ વિભાગમાં દર મહીને કોઈને કોઈ ઉત્કૃષ્ઠ કામગીરી માટે કરજ બજાવનારા પોલીસકર્મી અને અધિકારીઓનું પોલીસવડાના હસ્તે સન્માન કરવામાં આવે છે, અને તેમને એવોર્ડ પણ આપવામાં આવે છે, ત્યારે જૂનાગઢના બંને પોલીસ કોન્સ્ટેબલોને ડીજીપીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો