પોલીસ પંચોની રેઇડ દરમ્યાન વેચાણ કરનાર ઘરે હાજર ના હતી..
તારીખ 28-01-2023 ના રોજ ઝગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ ખાતા ના માણસો પાણેથા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ઝગડીયા તાલુકાના પાણેથા ગામે ચંચળબેન wd/o સોમાભાઇ મથુરભાઇ તડવી નાઓના રહેણાક ઘરમાં દેશી દારૂનું વેચાણ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસ સ્ટેશન ના માણસો બાતમીવાળી જગ્યાએ પોહ્ચ્યા હતા પ્રોહીબિશન અંગેની રેડ કરતા દારૂ નું વેચાણ કરતી બહેન ઘરે હાજર મળી ના આવતા પોલીસ દ્વારા વધુ ચકાસણી કરતાં રહેણાક ઘરના પાછળના ભાગે આવેલ વાડામાથી એક પ્લાસ્ટિક ની થેલી મળી આવેલ જેને પોલીસ ના માણસો દ્વારા ખોલી જોતા તેમા પ્લાસ્ટિક ની પોટલી નંગ 8- જેમાં રાખેલ 250 મી.લી લેખે કોઈક પ્રવાહી ભરયુ હોઈ
જે પોલીસ ના માણસો દ્વારા તે પોટલીઓની ગાઠો છોડી
તેમાના પ્રવાહીને સાથેના પંચોને સુઘાડી ખાત્રી કરતા તેમાથી દેશી દારૂની સખત અને તિવ્ર વાસ આવતી હતી જે દેશી
દારૂ લિટર – 02 .રૂ. 40 /- ની કિંમત નો મળી આવ્યો હતો
તે જોતા પોલીસ પંચોએ ખાત્રી કર્યા બાદ નમુના માટે એક શીશીમાં આશરે 180 મી.લી જેટલો દેશી દારૂ ભરી લઇ નમુનાની શીશીને બુચ ઢાંકણ મારી પંચોની સહીવાળી કાપલી લગાડી લાખ દોરા વડે બાંધી પો.સ.ઇ.ઉમલ્લાના શીલના સિક્કાથી સીલ કરી દેશી દારૂ લિટર 02 કિમત રૂપિયા-40 ગણી તમામ પ્રોહીબિસન નો મુદામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવ્યો હતો. તથા વેચાણ કરતાં વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ કલમ 65 A મુજબ આગળ ની તપાસ ઉમલ્લા પોલીસ કરી રહી છે…
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા / DNS NEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો