November 21, 2024

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનિયર કલાર્ક નું પેપર લીક થતા આપી પ્રતિ ક્રિયા કહ્યું સરકાર આ મામલે દોષીઓ સામે કડક પગલાં નહિ ભારે તો વિધાસનસભા નો ઘેરાવ કરીશું અને દરેક જિલ્લા માં સરકાર વિરુદ્ધ આવેદનપત્ર આપીશું

Share to



જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવતા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ દુઃખ વ્યકત કર્યું હતું. સાથે પ્રતિ ક્રિયા આપતા કહ્યું કે સરકાર આ મામલે દોષીઓ સામે કડક પગલાં નહિ ભારે તો વિધાસનસભા નો ઘેરાવ કરીશું અને દરેક જિલ્લા માં સરકાર વિરુદ્ધ આવેદનપત્ર આપીશું. રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા આખરે 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. 1181 જગ્યા માટે આ પરીક્ષા યોજાવાની હતી..ડેડીયાપાડા ના ધારાસભ્ય બન્યા પછી ચૈતર વસાવા પ્રજા ના પ્રશ્ન નો લઇ ને અનેક વાર અગ્રસર રહ્યા છે ત્યારે આ પેપર લીકની ઘટના માં ચૈતર વસાવાએ હુંકાર ભરી સરકાર ચેતવણી આપી હતી. જાણો ચૈતર વસાવા એ શું કહ્યું..


Share to

You may have missed