ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવેલ પાણેથા નજીકથી જિલ્લા લોકલ બ્રાન્ચની ટીમે ખુલ્લા ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુ ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી
પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતીકે પાણેથા થી ઇન્દોર જવાના માર્ગ પર એક ખેતરમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો રાખેલ છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે છાપો મારતા ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારુના રુ.૮૬૪૦૦ ની કિંમતના પાઉચ નંગ ૬૮૪ મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારુનો આ જથ્થો કબજે લઇને આ ગુના હેઠળ રસીકભાઇ નટુભાઇ પાટણવાડીયા તેમજ પંથ પટેલ બન્ને રહે.ગામ ઇન્દોર તા.ઝઘડિયા જિ.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ઉમલ્લા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.