November 21, 2024

મીડિયા ના એહવાલ બાદ વેલુગામ નજીક થી આશરે 20 દિવસ વનવિભાગ ને હમફાવ્યા બાદ દીપડો પાંજરે પુરાયો…

Share to

નર્મદા ના કાંઠા વિસ્તારમાં ખેતરમાં કામ કરતાં લોકો પર હુમલો કરતાં દીપડા કેટલી સંખ્યામાં? તે એક સવાલ…શુ આ બાબતે વનવિભાગ વધુ તપાસ કરશે ખરું?

ઝગડીયા તાલુકાના વેલુગામ પાણેથા જરસાડ કાકલપોર જેવા નર્મદા કાંઠા વિસ્તારમાં ઘણા કેટલા મહિનામાં અનેક દીપડા દેખા દેતા અને ખેતરમાં કામ કરતાં ખેત મજૂરો ઉપર દીપડા દ્વારા જાન લેવા હુમલા પણ કર્યા હોવાના બનાવો સામે આવ્યા હતા જેમાં 16-12-22નારોજ કાકલપોર ગામની સીમ માં કામ કરતી હંસાબેન વિક્રમભાઈ પરમાર ઉપર હુમલો કરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા જેઓ ને તાત્કાલિક ભરૂચ ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા તો 25-12-22 નારોજ પાણેથા ગામના ખેતરમાં કપાસ વનતી વખતે દીપડા દ્વારા રમીલાબેન નામની મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે જોતા વારંવાર વધી રહેલા દીપડા ના હુમલા બાદ સાથનિક લોકો દ્વારા વનવિભાગ ને અનેક રજૂઆતો કરવા છતા વનવિભાગ ની ઊંઘ ના ઉડતા સ્થાનિક લોકો એ મીડિયા નો સહારો લીધો હતો જે બાદ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા માં સમાચારો પ્રસિદ્ધ કર્યા બાદ વનવિભાગ ની ઊંઘ ઉડી હતી જે બાદ ઝગડીયા તાલુકાના વનવિભાગ ના બધાજ કર્મચારીઓ અને અધિકારીઓ દીપડા ને પાંજરે પુરવા કામે લાગી ગયા હતા અને લોકો ના કેહવા પ્રમાણે ડ્રોન નો પણ સહારો લેવામાં આવ્યો હતો તેમ પણ આશરે 20 દિવસ કરતાં વધુ દિવસો થી વનવિભાગ ને હમફવ્યા બાદ આજરોજ દીપડો પાંજરે પુરવામાં વનવિભાગ ને સફળતા મળી હતી.. જોકે આ બાબતે એક અન્ય પ્રશ્ન એ પણ છેં કે “””આ વિસ્તાર માં શુ એકજ દીપડો હશે?””” કે પછી “”” વધુ માત્રા માં જો દીપડા હોઈ તો વનવિભાગ તેની શોધખોળ કરશે ખરું?””

ત્તયારે કાંઠા વિસ્તાર માં આવેલ ગામો માં અવરનવાર દીપડા ના હુમલા વધતા ખેડૂતો,ગ્રામજનો,અને રાત્રી દરમ્યાન નોકરી ધધા અર્થે આવતા જતા લોકો ઉપર દીપડા નો ડર હોવાના કારણે લોકો ભયભીત બન્યા છેં ત્યારે વનવિભાગ હવે ચોકસાઈ રીતે આ વિસ્તારમાં આવા પ્રાણીઓ ને પકડી સુરક્ષિત સ્થાને છોડે અને લોકો ને ભય મુક્ત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છેં

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed