ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર છાસવારે અકસ્માતો સર્જાય છે.અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ ગતરોજ રોજ રાતના નવ વાગ્યા આસપાસના સમયે રાજપારડી ઉમલ્લા વચ્ચે હરીપુરા ગામના પાટીયાથી ઉમલ્લા તરફ જતા રોડ પર નાળા પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે આ ઈસમને અડફેટમાં લેતા એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના અંગે કોઇએ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સ દ્વારા આ અજાણ્યા ઇજાગ્રસ્ત ઇસમને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા બાદ વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો,
જ્યાં ફરજ પરના તબીબે આ ઇસમને મરણ પામેલ જાહેર કર્યો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે છત્રસીંગભાઇ ઉર્ફે ગોપાલ પરસોત્તમભાઇ વસાવા રહે.ગામ ઉચ્છબ તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરી નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મળતી વિગતો અનુસાર આ અજાણ્યો ઇસમ આશરે ૬૦ વર્ષ જેટલી ઉંમરનો હોવાનું જણાયું હતું.આ ઇસમે કાળા કલરનું જેકેટ અને ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ હતું.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો