November 22, 2024

નર્મદા જિલ્લામાં ૩૩ માં “ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩” ની ઉજવણીનાયબ પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રાજપીપલાના પ્રવેશદ્વારજકાતનાકા પાસે વાહનચાલકો માટે ટ્રાફિક જાગૃતિ ડ્રાઈવ યોજાઈ

Share to



પોલીસ દ્વારા નાના-મોટા વાહન ચાલકોને પેમ્પલેટ્સ વહેંચી વાહનો ઉપર સ્ટીકર
ચોંટાડી માર્ગ સલામતી માટે કરેલો લોકજાગૃતિનો પ્રયાસ

રાજપીપલા,ગુરૂવાર :- નર્મદા જિલ્લામાં ૩૩ માં “રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩” ની ઉજવણીનો જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે પ્રારંભ કરાયો હતો. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી-નર્મદા અને પોલીસ અધિક્ષકશ્રીની કચેરી-રાજપીપલા દ્વારા સમગ્ર જિલ્લામાં આ ઉજવણીના ભાગરૂપે તા.૧૧ મીથી ૧૭ મી જાન્યુઆરી દરમિયાન ટ્રાફિક જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું યોજાનાર છે. માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ ના બીજા દિવસે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઈશ્રી એમ.બી.ચૌહાણ, ટ્રાફિક શાખાના અધિકારીશ્રીઓ અને ટીઆરબી જવાનોએ રાજપીપલાના પ્રવેશદ્વાર સમા જકાતનાકા અને સાગબારા ચેકપોસ્ટ સહિત વિવિધ સ્થળોએ નાના મોટા વાહન ચાલકોને પેમ્પલેટ્સ વિતરણ કરી વાહન ચલાવતી વખતે કેવી સાવચેતી રાખવી, રોડ પર ટ્રેક બદલતા પહેલાં શું ધ્યાન રાખવું વગેરે જેવી બાબતોને કેન્દ્રમાંરાખી ટ્રાફિક જાગૃતિ અંગે સમજ પુરી પાડી હતી. સાથોસાથ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા દ્વી-ચક્રી અને મોટા વાહનો પર માર્ગ સલામતી સપ્તાહના સ્ટીકર ચોંટાડી જિલ્લાના નાગરિકોમાં ટ્રાફિક જાગૃતિ કેળવાય તેવા સરાહનીય પ્રયાસો કર્યા હતા.


Share to