September 7, 2024

ઝઘડિયા તાલુકાના વીજ કર્મચારીનું કરાર ગામની સીમમાં સમારકામ કરતી વખતે વીજ કરંટ લાગતા મોત…

Share to

કરાર ગામની સીમમાં સમારકામ માટે ગયેલ વીજ કર્મચારીનું ફરજ દરમિયાન કરંટ લાગતા મોત થયું

ઝઘડિયા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ઝઘડિયા તાલુકાના તેજપુર ગામના વતની રવિન્દ્ર દિનેશભાઈ વસાવા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે, આજરોજ રવિન્દ્ર વસાવા તેમની ટીમ સાથે પોરા ગામના ફીડર ના કરાર ગામની સીમમાં વીજ સમારકામ માટે ગયા હતા, કરાર ગામની સીમમાં સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક રવિન્દ્રભાઈ વસાવાને વીજ કરંટ લાગયો હતો અને તેઓ નીચે જમીનપર પટકાયા હતા

કરન્ટ લાગ્યા બાદ નીચે પકવવાથી અર્ધ બેભાન અવસ્થામાં આવી ગયા હતા ત્યારબાદ તેમની સાથેના અન્ય કર્મચારીઓ દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અવિધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ફરજપર હાજર અવિધા હોસ્પિટલ ના તબિબે રવીન્દ્ર વસાવાને મરણ જાહેર કર્યા હતા

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNS NEWS


Share to