રાજપીપલા,શનિવાર :- મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.ના સંયુક્ત ઉપક્રમે દેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષતામાં “સશક્ત અને સુપોષિત કિશોરી–અભિયાન” મેળો યોજાયો હતો.
જિલ્લાની પ્રત્યેક દિકરીઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની દિશામાં અગ્રેસર થવાના ઉમદા આશય સાથે યોજાયેલા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, સમાજ હોય, રાજ્ય હોય કે રાષ્ટ્ર, દેશની પ્રત્યેક દિકરી આજે પુરુષો સાથે ખભેખભા મેલાવીને આગળ વધી રહી છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ દિકરીઓને પોતાની કુશળ કાર્યશૈલીથી પોતાના ભવિષ્યનું શ્રેષ્ઠ નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે.
આ પ્રસંગે તેઓશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, દિકરીઓ ટેક્નોલોજી સાથે કનેક્ટ થઈ રહી છે, છેવાડાની દિકરીને પણ સમાજમાં શુ ચાલી રહ્યું છે તેની માહિતી છે. આજે દિકરીઓ સરકારશ્રીની અનેક યોજનાકીય માહિતીથી વાકેફ થઈ વિવિધ શ્રેષ્ઠ યોજનાઓનો લાભ લઈને પોતે તો આત્મનિર્ભર બની જ છે. પરંતુ અન્યને પણ રોજગાર પુરુ પાડવા દિકરીઓ સક્ષમ બની રહી છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય, આઈસીડીએસ, સમાજ સુરક્ષા, સખી વનસ્ટોપ સેન્ટર, બાળ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ સ્ટોલ ખુલ્લા મુકીને કિશોરીઓ તેમજ બાળકોના આરોગ્ય, શિક્ષણ, પોષણ, રક્ષણ સહિત આર્થિક તેમજ સામાજિક સશક્તિકરણ તેમજ સરકારશ્રીની અનેકવિધ યોજનાકીય માહિતીથી અવગત કરાવ્યાં હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, શિક્ષણ સમિતીના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી દક્ષાબેન વસાવા, બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઈ પરમાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ મીનાક્ષીબેન, જિલ્લા-તાલુકાના સબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ હાજર રહ્યાં હતા.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.