November 21, 2024

નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીના પડઘમો શરૂ,

Share to


* ૩૯ ગ્રા.પંચાયતમાં ૨૦ આદિજાતી મહિલા,૧૯ આદિજાતી અનામત ગ્રા.પંચાયતમાં સરપંચની બેઠકોની ફાળવણી

તા.૨૩-૭-૨૦૨૧ નેત્રંગ

નેત્રંગ તા.પંચાયતની ચુંટણીના પડઘમ શાંત થયાને થોડો સમય જ પસાર થયો હતો.ત્યારે ફરીવાર ગ્રા.પંચાયતનું ચુંટણીનું બ્યુગલ ફુંકાતા રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો.જેમાં આવનાર સમયમાં યોજાનાર ૩૯ ગ્રામપંચાયતની ચુંટણી માટે સરપંચની બેઠક માટેનું અનામત બેઠકનું જાહેરનામું પ્રસિધ્ધ થયું છે.જેમાં નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રા.પંચાયતમાં અનુસુચિત આદિજાતી વગઁની મહિલા સરપંચ માટે ૨૦ અનામત ગ્રા.પંચાયતના જાહેર થઈ છે.જ્યારે અનુસુચિત આદિજાતિ સરપંચ માટે ૧૯ ગ્રા.પંચાયતજાહેર કરવામાં આવી છે.

૩૯ ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચની અનામત બેઠક જાહેર થયા બાદ નેત્રંગ તાલુકામાં ભરચોમાસે રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડ્યો હતો.સરપંચ માટે ઉમેદવારી કરનારા મુરતીયાઓ અત્યારથી જ પોતાની પેનલને ચુંટણીમાં ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ગ્રા.પંચાયતની ચુંટણીઓ સંપન્ન થયા બાદ આવનાર વષઁ ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાશે.આ વખતે ઝઘડીયા વિધાનસભા બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ મેદાને પડ્યા છે.જ્યારે બીટીપી બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવશે.જેમાં ગ્રા.પંચાયતના ચુંટાયેલા સરપંચોનો ફાળ મહત્વનો રહેશે.એટલે ત્રણેય રાજકીય પક્ષો પોતાના સમથઁકોને ચુંટી લાવવા પુરા પ્રયત્નો કરશે.

* બોક્સ :- ૨૦ આદિજાતી મહિલા સરપંચ માટેની ગ્રા.પંચાયત

વાંકોલ ગૃપ,ગાલીબા ગૃપ,ટીમલા ગૃપ,રાજવાડી,ધોલેખામ ગૃપ,ફોકડી ગૃપ,કાકડકુઈ,ઝરણાવાડી,ચંદ્રવાણ ગૃપ આટખોલ,મોરીયાણા ગૃપ,પીંગોટ,કંબોડીયા,થવા ગૃપ,બિલોઠી,કેલ્વીકુવા ગૃપ,ભેંસખેતર,ચાસવડ,ચીખલી અને આંજોલી ગૃપ.

* બોક્સ :- ૧૯ આદિજાતી સરપંચ માટેની ગ્રા.પંચાયત

ખરેઠા,મોટા જાંબુડા,કવચીયા,કાંટીપાડા,અસનાવી,બિલાઠા ગૃપ,વણખુંટા ગૃપ,સજનવાવ,નાના જાંબુડા,અરેઠી ગૃપ,કોલીવાડા ગૃપ,મોટા માલપોર ગૃપ,કોયલીમાંડવી,બલદવા,મોરીયાણા ગૃપ,મૌઝા,ઝરણા,નેત્રંગ.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed